Charotar Sandesh
વર્લ્ડ

મારા કાકા ડોનાલ્ડ ટ્રમ્પ ’ક્રુર અને વિશ્વાસઘાતી’ છે, જેલમાં મોકલો : મેરી ટ્રમ્પ

USA : રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભત્રીજી મેરી ટ્રમ્પે કહ્યું કે, તેમના અંકલને ’અપરાધી, ક્રુર અને વિશ્વાસઘાતી’ છે અને વાઇટ હાઉસ છોડ્યા બાદ તેમને જેલ મોકલવા જોઈએ. મનોવિજ્ઞાની અને લેખિકા મેરી પોતાના પિતાના નાના ભાઈ ડોનાલ્ડ ટ્રમ્પની આલોચક છે. તેણે તે વિચારધારાને નકારી કે ટ્રમ્પ વિરુદ્ધ કેસ ચલાવવાથી દેશમાં રાજકીય વિભાજન વધુ ઊંડુ બની જશે.
મેરીએ એપીને આ સપ્તાહે આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું, ’વારંવાર તે કહેવું ચોક્કસપણે અપમાનજક છે કે અમેરિકી લોકો તેનો સામનો ન કરી શકે અને આપણે હવે આગળ વધવું જોઈએ.’ તેણે કહ્યું, જો ખરેખર કોઈ સામે કેસ ચલાવવો જોઈએ તો તે છે ડોનાલ્ડ ટ્રમ્પ, બાકી તેનો અર્થ થશે કે આપણે તેનાથી પણ ખરાબ કોઈ વ્યક્તિને સ્વીકાર કરવા માટે ખુદને તૈયાર કરી રહ્યાં છીએ.
મેરીની ટિપ્પણીઓ વિશે ડોનાલ્ડ ટ્રમ્પના પ્રચાર અભિયાનના પ્રવક્તાએ કહ્યું, ’શું તેણે જણાવ્યું કે, તેનું પુસ્તક છે જે તેને વેચવુ છે.’ મેરી રાષ્ટ્રપતિ ટ્રમ્પના મોટા ભાઈ ફ્રેડ જૂનિયરની પુત્રી છે. તેણે આ સપ્તાહે જાહેરાત કરી હતી કે તે પોતાના કાકા વિશે લખેલા પુસ્તક ’ટૂ મચ એન્ડ નેવર ઇનફ, હાઉ માઈ ફેમેલી ક્રિએટેડ ધ વર્લ્ડસ મોસ્ટ ડેન્જરસ મેન’ની આગામી કડી લખવા જઈ રહી છે જેનું નામ હશે ’ધ રેકનિંગ’.
પરિવાર વિશે મેરીનું પ્રથમ પુસ્તક જુલાઈમાં આવ્યું હતું. સપ્ટેમ્બરમાં મેરીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, તેમના ભાઈ રોબર્ટ ટ્રમ્પ અને તેની બહેન મૈરીયાને ટ્રમ્પ બૈરી વિરુદ્ધ લાખો ડોલરની છેતરપિંડીનો કેસ નોંધાવ્યો હતો.

  • Naren Patel

Related posts

આપણે એક રહીશું તો ફક્ત બે જ વર્ષમાં કોરોના મહામારીનો અંત આવશે : વિશ્વ આરોગ્ય સંસ્થા

Charotar Sandesh

કોરોના પોઝિટિવ આવ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પને આર્મી હૉસ્પિટલમાં દાખલ કરાયા…

Charotar Sandesh

ડોનાલ્ડ ટ્રમ્પે મહાભિયોગનો સામનો કરવો પડશે : નેન્સી પેલોસી

Charotar Sandesh