Charotar Sandesh
ગુજરાત

શહેરના બાપુનગરમાં મોબાઇલની ૨૦થી વધુ દુકાનો ભીષણ આગમાં થઇ ખાખ…

અમદાવાદ : શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા શ્યામ શિખર ટાવર આજે વહેલી સવારે ૬.૫૫ વાગ્યે ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણતા ફાયર વિભાગની ૧૩ ગાડીઓ ઘટનાસ્થળે ઘટના સ્થળે પહોંચી અને ગણતરીની મિનિટોમાં જ આગને કાબુમાં લઈ લીધી છે. આ ટાવરમાં મોબાઇલ અને એસેસરીઝનું બઝર આવેલું છે જ્યારે ઉપરની તરફ રહેણાંક મકાનો છે. ભીષણ આગના કારણે આસપાસના લોકોમાં દોડધામ મચી હતી.
વહેલી સવારના કારણે દુકાનો બંધ હોવાથી કોઇની જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. કોમ્પ્લેક્ષની આસપાસના મોટા મોટા સાઈન બોર્ડના કારણે આગ વધુ ઝડપથી ફેલાઈ ગઈ હતી. પોલીસની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. આ દુર્ઘટનામાં આશરે ૧૫થી વધુ દુકાનો આગની ઝપેટમાં આવી છે.
જેના કારણે લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે. આગ લાગવા પાછળ શું કારણ છે તે અંગે હજુ તપાસ ચાલી રહી છે. કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ચાની કીટલી હતી તેમાં ગેસ સિલિન્ડરમાં આગ લાગી હતી. જેમાં વાયરીંગમાંથી આગ વધુ પ્રસરી અને મોટા સાઈન બોર્ડ હોવાથી આગ વધુ ઝડપથી ફેલાઈ હતી.

Related posts

થરાદમાં વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં…

Charotar Sandesh

દિવાળી બાદ પ્રથમ તબક્કામાં ધો.૯થી૧૨નું શૈક્ષણિક કાર્ય શરુ થવાની સંભાવના…

Charotar Sandesh

અલ્પેશના રાજીનામા બાદ કોંગ્રેસે રણનીતિ બદલી, ઉત્તર ગુજરાતમાં ઠાકોર ધારાસભ્યોને લગાડ્યા

Charotar Sandesh