Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ખંભાત : ગુજરાત સરકારના સૌથી મોટા ડ્રીમ પ્રોજેક્ટ કલ્પસરમાં મોટાભાગના અભ્યાસો પૂર્ણ…

ખંભાત : ગુજરાત રાજ્યની સ્થાપના પછીના ગુજરાત સરકારના સૌથી મોટા ડ્રીમ પ્રોજેક્ટ કલ્પસરમાં મોટાભાગના અભ્યાસો પૂર્ણ થઈ ગયા છે અને હવે રાજ્ય સરકાર કેન્દ્રીય અર્થ સાયન્સિસ મંત્રાલય હેઠળની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ઓશન ટેક્નોલોજી – એનઆઈઓટીને ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ ડીપીઆર બનાવવાનું કામ સોંપી રહી છે, જે આવ્યા બાદ રાજ્ય સરકાર આ પ્રોજેક્ટમાં નક્કર કામગીરી શરૂ કરવાનો ઇરાદે ધરાવે છે. આ સૂચિત મહાકાય પ્રોજેક્ટ અંતર્ગત ખંભાતના અખાતમાં ભાવનગર અને દહેજ વચ્ચે ૩૦ કિલોમીટરનો વિશ્વનો સૌથી લાંબો ડેમ બનશે. આ સમગ્ર યોજના પાછળ રૂ. ૯૨ હજાર કરોડથી વધુ ખર્ચ થવાનો અંદાજ છે.

રાજ્યના જળસંપત્તિ ક્ષેત્રના મુખ્યમંત્રીના સલાહકાર બાબુભાઈ નવલાવાલાના જણાવ્યા પ્રમાણે, ‘કલ્પસર યોજનામાં કુલ ૩૩ અભ્યાસ અહેવાલો પૈકી ૨૮ પૂર્ણ થઈ ગયા છે અને બાકીના પાંચ પણ હવે પૂરા થવાને આરે છે, એટલે એનઆઈઓટીને ડીપીઆર માટે એપ્રોચ કરાયો છે, એની પાસેથી દરખાસ્ત આવ્યા બાદ ડીપીઆરનું કામ તેના દ્વારા શરૂ થશે અને એ રિપોર્ટ આવ્યા પછી પ્રોજેક્ટની કામગીરી શરૂ કરાશે.’ અભ્યાસ રિપોટ્‌ર્સ તૈયાર કરવા પાછળ અત્યાર સુધી આશરે રૂ. ૧૫૦ કરોડ ખર્ચાયા હોવાનું કલ્પસર પ્રભાગ તરફથી જણાવાઈ રહ્યું છે, જોકે કેશુભાઈ પટેલ શાસનમાં પ્રોજેક્ટને નામે ખર્ચાયેલા અબજો રૂપિયા, આમા ગણતરીમાં લેવાયા નથી.

આ સૂચિત પ્રોજેક્ટથી સર્જાનારી પર્યાવરણીય અસરો અંગે પૂછતાં બી.એન. નવલાવાલા કહે છે કે, ‘૨૦૦૫ના અરસામાં પર્યાવરણીય અસરો અંગે પ્રાથમિક રિપોર્ટ તૈયાર થયેલો પણ એ ૧૫ વર્ષ જૂનો હોઈ અત્યારે એનું કોઈ મહત્ત્વ રહ્યું નથી, હવે જે ડીપીઆર તૈયાર થશે, એમાં એન્વાયરનમેન્ટલ ઇમ્પેક્ટની બાબતો આવશે ત્યારે બધી ખબર પડશે.’ સન ૧૯૯૫થી કાગળ ઉપર ચાલતી આ સ્વપ્નસમી યોજનામાં અભ્યાસો પૂર્ણ થતાં, મોટેભાગે ૨૦૨૧-૨૨ના રાજ્ય સરકારના બજેટમાં આ પ્રોજેક્ટ માટે મોટાપાયે નાણાકીય આયોજન થાય તેવી શક્યતા છે.

  • પ્રોજેક્ટનાં મહત્ત્વનાં પાસાં :
  • ખંભાતના અખાતમાં ભાવનગર અને દહેજ વચ્ચે ૩૦ કિમીનો ડેમ બનશે.
    ડેમની ઊંચાઈ મહત્તમ ઊંચાઈ ૫ મીટર રહેશે.
    જળાશયમાં ૭૭,૭૦૦ લાખ ઘનમીટર મીઠું પાણી ઉપલબ્ધ થશે, જેમાંથી ૫૬,૦૦૦ લાખ ઘનમીટર પાણી સિંચાઈ માટે ખેડૂતોને, ૮,૦૦૦ લાખ ઘનમીટર પાણી ઘરવપરાશ માટે તથા ૪,૭૦૦ લાખ ઘનમીટર જથ્થો ઉદ્યોગોને આપવાનું આયોજન.
    સિંચાઈથી ૧૦ લાખ ૫૪ હજાર હેક્ટર જમીન નવસાધ્ય થવાનો અંદાજ.
    વિવિધ સ્થળોએ પાણી લિફ્ટ કરવા માટે વર્ષે ૭૦૦ મેગાવોટ વીજળીની જરૂર પડશે, જેના માટે ૧૩ પમ્પિંગ સ્ટેશન બનાવવાનું આયોજન.

Related posts

આણંદ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે…

Charotar Sandesh

કચ્‍છના લખપતથી શરૂ થયેલ બાઇક રેલી આણંદ જિલ્‍લાના જોળ ખાતે આવી પહોંચતા ભવ્‍ય સ્‍વાગત

Charotar Sandesh

ઉમરેઠ : પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઈ

Charotar Sandesh