Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

આર.એન.પટેલ ઈપ્કોવાલા સ્કૂલ ઓફ લો એન્ડ જસ્ટીસ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ…

સી.વી.એમ. યુનિવર્સીટી ની બંધારણીય સંસ્થા આર.એન.પટેલ ઈપ્કોવાલા સ્કૂલ ઓફ લો એન્ડ જસ્ટીસ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ…

આણંદ : સી.વી.એમ યુનિવર્સીટી ની બંધારણીય સંસ્થા આર.એન.પટેલ ઈપ્કોવાલા સ્કૂલ ઓફ લો એન્ડ જસ્ટીસ ખાતે તા. ૧૦/૧૨/૨૦૨૦ના રોજ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસની ઉજવણી પ્રસંગે એક દિવસીય વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેબીનારમાં સી.વી.એમ યુનિવર્સીટી ની બંધારણીય સંસ્થા ઈલસાસ ના આચાર્યશ્રી ડો. સન્ની થોમસ દ્વારા મુખ્ય વક્તા તરીકે વક્તવ્ય આપવામાં આવ્યું હતું. જેમાં તેમણે પ્રવર્તમાન સમયમાં માનવ અધિકારના મહત્વ વિષે ઊંડાણપૂર્વકની સમજ સંસ્થાના વિદ્યાર્થીઓને આપી હતી. આ વેબીનારમાં તેઓએ વિવિધ કાયદાકીય કેસો ના દ્રષ્ટાંતો દ્વારા વિદ્યાર્થીઓને સરળ ભાષામાં સમજુતી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના આસિસ્ટન્ટ પ્રોફેસર કુ. નિશા નાયર, શ્રી. તરુણ વાઘેલા અને કુ. કૃપા સોલંકી દ્વારા સંસ્થાના કા. આચાર્ય શ્રી. એમ. પ્રકાશ જ્યોર્જ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના શૈક્ષણિક તેમજ બીનશૈક્ષણિક કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

– Jignesh Patel, Anand

Related posts

આણંદ જિલ્લામાં કોરોનાના કેસો વધતાં જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું…

Charotar Sandesh

આણંદ-ખેડા : બપોર સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૦૨-૦૯-૨૦૨૪

Charotar Sandesh

આણંદ-ખંભાત પંથકમાં પોણો ઇંચ, બોરસદમાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો…

Charotar Sandesh