ન્યુ દિલ્હી : અત્યાર સુધીમાં કડકડતી ઠંડી વચ્ચે ખેડૂત આંદોલનમાં ૧૧ ખેડુતોનાં મોત નીપજ્યાં છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ૧૧ ખેડુતોનાં મોતને લઈને કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને સવાલ કર્યો છે કે આ કાળો કાયદો દૂર કરવા માટે કેટલા ખેડૂત ભાઈઓને પોતાની જીંદગી કુરબાન કરવી પડશે?
રાહુલ ગાંધીએ અગાઉ શુક્રવારે મોદી સરકાર પર ખેડૂતોની આવક અંગે નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ ખેડૂતોની આવક અંગેનો એક ચાર્ટ શેર કર્યો હતો, જેમાં પંજાબના ખેડૂતની આવક આખા દેશમાં સૌથી વધુ હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દેશનો ખેડૂત પંજાબના ખેડૂતની જેટલી આવક ઇચ્છે છે, પરંતુ મોદી સરકાર ઇચ્છે છે કે તેની આવક બિહારના ખેડૂત જેટલી થઇ જાય.