Charotar Sandesh
ગુજરાત

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે ગોપાલ ઈટાલિયા નિમાયા…

તુલીબેન બેનર્જીની ગુજરાત પ્રદેશ મીડિયા હેડ અને નિકિતાબેન રાવલની પ્રદેશ પ્રવક્તા તરીકેની નિમણૂક કરાઈ…

અમદાવાદ : આમ આદમી પાર્ટીએ હવે ગુજરાતની આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગોપાલ ઈટાલિયાને ગુજરાત પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. આ એ જ ગોપાલ ઈટાલિયા છે, જેઓ ધંધૂકા ડેપ્યુટી કલેક્ટર ઓફિસમાં ક્લર્ક તરીકે ચાલુ નોકરીએ હતા, ત્યારે વિધાનસભા સંકુલમાં ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર ચંપલ ફેંક્યું હતું. એ પહેલાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ફોન કરીને તેમની સાથેની ચડભડનો ઓડિયો વાઈરલ થતાં પણ ઈટાલિયા ચર્ચામાં આવ્યો હતો. ગોપાલ ઈટાલિયા જેવા ફાયરબ્રાન્ડ અને ગુજરાતમાં ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારના સણસણતા આક્ષેપો કરવા માટે જાણીતા નેતાની પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરીને આપએ સાત મ્યુનિ.ની ચૂંટણીમાં એન્ટ્રીનું બ્યૂગલ વગાડી દીધું છે.
એક સમયે પાટીદાર અનામત આંદોલનનો જુવાળ હતો ત્યારે હાર્દિકનું જબરદસ્ત ફેનફોલોઈંગ હતું. હાર્દિકના એક અવાજ પર હજારો પાટીદાર યુવાનો શેરીઓમાં ઊતરી આવતા હતા. આ રીતે જ ગોપાલ ઈટાલિયાનું પણ સોશિયલ મીડિયા પર જબરદસ્ત ફેનફોલોઈંગ છે. હવે જોવાનું એ રહે છે કે ગોપાલ ઈટાલિયા આપના પ્રદેશ પ્રમુખ બન્યા પછી પોતાના ફેનફોલોઈંગને પાર્ટી માટેના સપોર્ટમાં કન્વર્ટ કરી શકે છે કે કેમ. હાલના તબક્કે અસરકારક વિપક્ષની ભૂમિકા ભજવવામાં પ્રદેશ કોંગ્રેસ એકમ ઊણું ઊતરી રહ્યું છે.
આ જોતાં આપ પાસે સારી તક હોવાનું મનાય છે. દિલ્હીના મતદારોમાં પોતાના માટે જોરદાર સપોર્ટ અને ક્લીન એડમિનિસ્ટ્રેશનની ઈમેજ બિલ્ટ કરનારા અરવિંદ કેજરીવાલનો જાદુ દિલ્હી બહાર પ્રસરી શક્યો નથી. ગુજરાતનું જ ઉદાહરણ જોઈએ તો પાર્ટી છેલ્લાં પાંચેક વર્ષથી ગુજરાતમાં વ્યવસ્થિત માળખું રચવા સતત પ્રયત્નશીલ છે. આ અગાઉ ૨૦૧૪માં કનુભાઈ કળસરિયા આપના ગુજરાત એકમમાં જોડાયા હતા અને તેમને પછીથી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પણ બનાવાયા હતા. આમ છતાં ગુજરાતમાં હજી સુધી છછઁનું વ્યવસ્થિત માળખું સ્થપાઈ શક્યું નથી.

Related posts

રાજ્યમાં ચાલુ વર્ષે ૪૦૨ અધિકારીયો લાંચ લેતા રંગેહાથ ઝડપાયા…

Charotar Sandesh

૪૦૦થી વધુ લોકો ભેગા થતાં પોલીસે ગરબાના આયોજકની ધરપકડ કરી

Charotar Sandesh

દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનો ૨૩મી ફેબ્રુઆરીએ ભવ્ય ઉદઘાટન કાર્યક્રમ…

Charotar Sandesh