Charotar Sandesh
ઈન્ડિયા

કોંગ્રેસની દરબારી રાજનીતિના કારણે પવાર પ્રધાનમંત્રી બની શક્યા નહોતા : પ્રફુલ્લ પટેલ

મુંબઇ : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પ્રમુખ શરદ પવારની પાસે એક નહીં પરંતુ બે વખત વડાપ્રધાન બનવાની તક હતી, પરંતુ કોંગ્રેસ પાર્ટીમાં તેમના વિરોધીઓ દ્વારા ઇન્કાર બાદ આવું બની શકયું નહીં. આ વાતનો ખુલાસો એનસીપી નેતા પ્રફુલ્લ પટેલએ કર્યો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસની ‘દરબારી રાજનીતિ’ના લીધે શરદ પવાર પ્રધાનમંત્રી બની શકયા નહોતા.
પ્રફુલ્લ પટેલ એ દાવો કતર્યો છે કે ૧૯૯૦ના દાયકામાં જ્યારે શરદ પવાર કોંગ્રેસમાં હતા આ દરમ્યાન પોતાની વિરૂદ્ધ ‘દરબારી રાજનીતિ’ના લીધે તેઓ બે અવસર પર પ્રધાનમંત્રી બની શકયા નહોતા. તેમણે કહ્યું કે શરદ પવાર ૧૯૯૧ અને ૧૯૯૬મા પ્રધાનમંત્રીની ભૂમિકા માટે નિશ્ચિતપણે સ્વાભાવિક ઉમેદવાર હતા. પરંતુ દિલ્હીની દરબારી રાજનીતિ (ભાઇ-ભત્રીજાવાદ) એ તેમાં અવરોધ પેદા કરવાની કોશિષ કરી.
એનસીપી નેતા એ શિવસેનાના મુખપત્ર સામનામાં પ્રકાશિત લેખમાં કહ્યું કે ૧૯૯૧મા રાજીવ ગાંધીના મૃત્યુ બાદ કોંગ્રેસ કાર્યકર્તાઓ અને નેતાઓની વચ્ચે મજબૂત ધારણા હતી કે પવારને કોંગ્રેસના અધ્યક્ષ બનાવ્યા. પરંતુ દરબારી રાજનીતિ એ એક મજબૂત નેતાના વિચારનો વિરોધ ક્રયો અને પીવી નરસિંહરાવને પાર્ટી પ્રમુખ બનાવાની યોજના બનાવી. તેમણે આગળ લખ્યું પીવી નરસિંહરાવ બીમાર હતા અને લોકસભાની ચૂંટણી પણ લડી રહ્યા નહોતા. તેઓ રિટાયર થઇ હૈદરાબાદમાં રહેવાની યોજના બનાવી રહ્યા હતા પરંતુ તેમને રાજી કર્યા અને માત્ર પવારની ઉમેદવારીનો વિરોધ કરવા માટે તેમને કોંગ્રેસના અધ્યક્ષ બનાવ્યા હતા.
પ્રફુલ્લ પટેલે કહ્યું કે ૧૯૯૬માં પણ શરદ પવારની પાસે એક વખત ફરીથી પ્રધાનમંત્રી બનવાની તક હતી. ૧૯૯૬મા કોંગ્રેસને ૧૪૫ સીટો મળી હતી અને એચડી દેવગૌડા, લાલુ પ્રસાદ યાદવ અને મુલાયમ સિંહ યાદવની સાથો સાથ વામપંથી નેતાઓએ કહ્યું કે જો પવારને પીએમ બનાવામાં આવે છે તો તેઓ કોંગ્રેસનું સમર્થન કરશે. પરંતુ પીવી નરસિંહરાવ રહ્યા અને દેવગૌડાને બહારથી સમર્થન કરવા માટે મજબૂર થવું પડ્યું. તેમણે આગળ લખ્યું કે જ્યારે રાવ એ કોંગ્રેસ અધ્યક્ષનું પદ છોડ્યું તો તેમણે સીતારામ કેસરીના નામને પોતાના ઉત્તરાધિકારી તરીકે આગળ ધપાવ્યા.

Related posts

વૈજ્ઞાનિકોની સલાહ ન માનનારા ભારત-બ્રાઝિલ સહન કરી રહ્યા છે કોરોનાનો કહેર…

Charotar Sandesh

દિલ્હીના અધિકારી ઇંદોરમાં શી રીતે દરોડો પાડ્યો..?!!ઃ કપિલ સિબ્બલ

Charotar Sandesh

જમ્મુ-કાશ્મીરમાં ૭ આતંકવાદીઓનો સફાયો, ટોપ કમાન્ડર ઈમ્તિયાજ પણ ઢેર…

Charotar Sandesh