કોલકાત્તા : પશ્વિમ બંગાળના ઉત્તરી ૨૪ પરગનામાં શનિવારે ભાજપના કાર્યકરની હત્યા કરી દેવામાં આવી. ભાજપના કાર્યકર ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. ત્યારે કેટલાક શખ્સોએ જીવલેણ હુમલો કર્યો જેમા સૈકત ભવાલ નામના કાર્યકરને ઢોર મારમારી હત્યા કરી દેવામાં આવી. આ ઘટનામાં ભાજપના અન્ય ૬ કાર્યકર ઘાયલ થયા. ઘાયલ થયેલા કાર્યકરોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
સ્થાનિક પોલીસના જણાવ્યા પ્રમાણે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર ઘટના સામે આવ્યા બાદ બૈરકપુરથી ભાજપના સાંસદ અર્જુન સિંહે આરોપ લગાલ્યો છે કે, ટીએમસીના ગુંડાઓએ ભાજપના કાર્યકરની હત્યા કરી. જોકે, સત્તારૂઢ ટીએમસીએ ભાજપના કમામ આક્ષેપ ફગાવ્યા છે. ભાજપ હત્યાની ઘટનાને રાજકીય રૂપ આપી રહી છે.
પશ્ચિમ બંગાળમાં આગામી વર્ષે થનાર વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ અને ટીએમસીના ઘર્ષણ ચરમસીમાએ પહોંચ્યું છે. ભાજપે દાવો કર્યો છે કે ઉત્તર ૨૪ પરગનાના હલિશહરમાં શનિવારે તેના કાર્યકર્તાઓ પર ટીએમસીના કાર્યકર્તાઓએ હુમલો કર્યો હતો. જેમાં એકનું મોત થઇ ગઈ છે યારે ૬ કાર્યકર્તા ગંભીર રીતે ઘાયલ થયા છે.
ભાજપ તરફથી ટ્વીટ કરવામાં આવ્યું છે કે વધુ એક દિવસ, વધુ એક હત્યા. હલિશહરમાં કાર્યકર્તા સૈકત ભવાલની ટીએમસીના ગુંડાઓ દ્વારા કરપીણ હત્યા કરવામાં આવી. જયારે અન્ય ૬ ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને કલ્યાણીના જેએન મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સૈકત ભવાલ પર તે સમયે હુમલો કરવામાં આવ્યો જયારે તેઓ પાર્ટી માટે ડોર ટૂ ડોર કેમપેન કરી રહ્યા હતા.