Charotar Sandesh
વર્લ્ડ

ગુજરાતી મૂળના કાશ પટેલે સીએનએન સામે પાંચ કરોડ ડોલરનો બદનક્ષીનો દાવો કર્યો…

પેન્ટાગોન : અમેરિકાના પેન્ટાગોનમાં સૌથી ઉંચા હોદ્દા પર બેઠેલા ગુજરાતી મૂળના અધિકારી કાશ પટેલએ તેમની વિરૂદ્ધ જુઠ્ઠા અને બદનક્ષીભર્યા અહેવાલ પ્રસિદ્ધ કરવા બદલ ટીવી ચેનલ સીએનએન અને તેના કેટલાક ટોચના પત્રકારો સામે પાંચ કરોડ અમેરિકન ડોલરનો બદનક્ષીનો કેસ કર્યો છે. પટેલના મતે ચેનલે તેમની છબી ખરાબ કરવા માટે કથિત રીતે ‘ખોટા અને અપમાનજનક’ નિવેદનોની વણઝાર કરી. પટેલ હાલમાં અમેરિકાના વચગાળાના રક્ષામંત્રી ક્રિસ્ટોફર મિલરના ચીફ ઓફ સ્ટાફ છે.
એક ન્યૂઝના સમાચાર પ્રમાણે તેમણે શુક્રવારના રોજ સીએનએન અને તેમના સંવાદદાતાઓની વિરૂદ્ધ વર્જીનિયાની એક કોર્ટમાં કેસ દાખલ કર્યો. પટેલનો આરોપ છે કે સીએનએન એ ૨૪ નવેમ્બરથી ચાર ડિસેમ્બરની વચ્ચે લેખોની એક શ્રેણી પ્રકાશિત કરી હતી તેમાં તેમના અંગે ‘ખોટા અને અપમાનજનક’ નિવેદન છે. કેલિફોર્નિયાના રિપબ્લિકન પ્રતિનિધિ ડેવિન નુન્સના ટોચના સહાયક રહી ચૂકેલા પટેલ માટે સીએનએનએ પટેલ ટ્રમ્પ તરફી ષડયંત્રના ઘડવૈયા જેવા તદ્દન પાયા વિહોણા લેખો પ્રસિદ્ધધ કર્યા હતા.
પટેલના વકીલે કહ્યું કે કે પટેલની વિરૂદ્ધ અપમાનજનક નિવેદન પ્રકાશિત કર્યું. આ તેમની વિરૂદ્ધ ભેદભાવ અને હુમલો હતો. પટેલની વિશ્વસનીયતા સમાપ્ત કરવાનું આ ષડયંત્ર ૨૦૧૮મા શરૂ કરાયું હતું. વામપંથી રાજનીતિક વિમર્શ દ્વારા તેમની વિરૂદ્ધ ખોટા નિવેદન પ્રકાશિત કરાયા. એક મીડિયાના માટે સીએનએનએ તેના પર તાત્કાલિક કોઇ પ્રતિક્રિયા આપી નથી. ન્યૂયોર્કના કાશ પટેલ ગુજરાતના છે. તેમના માતા-પિતા પૂર્વ આફ્રિકાથી અહીં આવ્યા હતા. માતા ટાન્ઝાનિયાના અને પિતા યુગાન્ડાના વતની. તેઓ ૧૯૭૦માં કેનેડાથી અમેરિકા આવ્યા હતા.

Related posts

ઇરાક મિલિટ્રી બેઝને નિશાન બનાવી અમેરિકન સેના પર ફરી એકવાર હુમલો…

Charotar Sandesh

દુનિયામાં ૨૪ કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક ૨ લાખથી વધુ કેસ…

Charotar Sandesh

સિંગર જસ્ટિન બીબરના કોન્સર્ટ બાદ પાર્ટીમાં ગોળીબાર, ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવાયા

Charotar Sandesh