Charotar Sandesh
ગુજરાત

કોરોનાની માહિતી સીમિત, માસ્ક વગરના લોકો પાસેથી વસુલાયો ૧૧૬ કરોડ દંડ…

રાજ્ય સરકાર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં સોંગંદનામું રજુ કરાયું…

સોંગંદનામામા કહેવાયું કે એક વર્ષ જૂના કોરોના વાઈરસને લગતી સીમિત માહિતી ઉપલબ્ધ છે. એટલે સાવચેતીમાં જ સલામતી છે. એ સૂત્રને અપનાવીને કામ કરવું પડર્શ…

અમદાવાદ : કોરોના મહામારી વચ્ચે એકમાત્ર માસ્ક જ સંક્રમણ સામે રક્ષણ આપી રહ્યું છે, જેને પગલે પોલીસ દ્વારા ફરજિયાત જાહેરમાં માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું ભંગ કરનાર જનતા પાસેથી મોટો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે ગુજરાતમાં અત્યાર સુધી કરોડો રૂપિયાનો દંડ રાજ્ય સરકારની તિજોરીમાં ભેગો થઈ ચૂક્યો છે. ગુજરાત પોલીસે એક દિવસમાં ૧ કરોડનો દંડ વસૂલ્યો હોવાનો એક અહેવાલ સામે આવ્યો છે. જેમાં શહેરમાં માસ્ક ન પહેરાનારા પોતાની જાતને તો મુશ્કેલીમાં મૂકી રહ્યા છે, સાથો સાથ બીજાની જિંદગી સાથે પણ ખિલવાડ કરી રહ્યા છે. ત્યારે શહેરમાં એક દિવસમાં માસ્ક ન રહેરનારા ૧૨,૮૯૬ લોકોને ગુજરાત પોલીસે દંડ ફટકાર્યો છે, જેમાં પોલીસને ૧ કરોડ ૨૮ લાખથી વધારે રકમ ભેગી થઈ છે. ગુજરાત પોલીસે જાહેરનામા ભંગના ૪૭૫ ગુના પણ દાખલ કર્યા છે.
કોરોનાકાળમાં ગુજરાતીઓના ખિસ્સા ખાલી થઈ ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કોરોનાકાળથી અત્યાર સુધી લોકોએ રૂપિયા ૧.૧૬ અબજનો દંડ વસૂલ્યો છે. કોવિડ ગાઈડલાઈન ભંગ બદલ સરકારે દંડ વસૂલવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ ૧૦૦૦ રૂપિયાનો દંડ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું કર્યું હતું અને મોટો ખુલાસો થયો છે. પોલીસે માસ્ક ન પહેરનારા કુલ ૨૩,૬૪,૪૨૦ લોકો દંડાયા છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવે ૐઝ્રમાં સોગંદનામું કર્યુ છે.
કોરોના વાયરસ સંક્રમણને ફેલાતું અટકાવવા માટે રાજ્ય સરકારે લીધેલા પગલાં અંગે હાઈકોર્ટમાં એક સોગંદનામું કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ હાઇકોર્ટમાં સોગંદનામું કર્યું છે. આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિના સોગંદનામામાં મોટો ખુલાસો થયો છે. જેમાં કોરોના વાયરસને લગતી માહિતી સીમિત હોવાનું સામે આવ્યું છે. એક વર્ષ જૂનો વાયરસ હોવાથી સીમિત માહિતીની માહિતી મળી છે. સાવચેતીમાં જ સલામતીપઆ સૂત્રને અપનાવીને કામ કરવું પડશે.
માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા અંગે લોકજાગૃતિ માટે સરકાર અનેકવિધ કાર્યક્રમો કરી રહી છે. તકેદારી ન રાખતા લોકોને આકરો દંડ કરાયો હોવાની વાત સામે આવી છે. માસ્ક નહીં પહેરનારા કુલ ૨૩,૬૪,૪૨૦ લોકો જોડે દંડ વસૂલાયો છે. અત્યાર સુધીમાં અંદાજીત ૧૧૬ કરોડ રૂપિયાનો દંડ ગુજરાતીઓએ માસ્ક નહિ પહેરવા બદલ ભર્યો છે. સરકારી મેડીકલ કોલેજમાં ભણેલા ૯૦૦ સ્મ્મ્જી ડોક્ટર અને ગ્રામીણ વિસ્તારમાં ત્રણ વર્ષ માટે સેવાના હુકમો કરાયા છે. સ્મ્મ્જીના ત્રીજા અને ચોથા વર્ષમાં ભણતા ૬૫૯૭ વિદ્યાર્થીઓને કોવિડ સર્વેલન્સ અને ટેસ્ટિંગની કામગીરી સોંપાઈ છે. તમને જણાવીએ કે રાજ્યમાં હાલ ૧૧૩૯૭ એક્ટિવ કોવિડ હોસ્પિટલ છે, જેમાંથી અત્યાર સુધીમાં ૨,૩૭,૨૪૭ કુલ દર્દીઓ સારવાર લીધી છે.
તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં ૨૬૫ દિવસમાં માસ્ક પહેર્યા વગર ફરતા ૪ લાખ લોકો પાસેથી પોલીસે રૂ.૨૨ કરોડનો દંડ વસૂલ્યો છે. તેમ છતાં હજુ રોજે રોજ ૩૫૦૦થી૪૦૦૦ લોકો માસ્ક વગરના પકડાઈ રહ્યાં છે. માસ્કના બદલે રૂમાલ બાંધવાની છૂટ હોવા છતાં પણ સાબરમતી વિસ્તારમાં એક વ્યક્તિ પાસેથી પોલીસે રૂ.૧ હજારનો દંડ વસૂલ્યો હતો.
ગુજરાત પોલીસે સોમવારે એક જ દિવસમાં શહેર પોલીસે ૩૯૭૯ લોકોને માસ્ક વગરનાને પકડીને રૂ.૩૯.૭૯ લાખ દંડ વસૂલ્યો હતો. બીજી બાજુ રાજ્યમાં ૨૧ અને ૨૨ ડિસેમ્બર દરમિયાન જાહેરનામા ભંગના કુલ ૮૩૫ ગુના દાખલ કરી માસ્ક ન પહેરવા અને જાહેરમાં થૂંકવા બદલ ૨૪,૭૭૩ વ્યક્તિઓ પાસેથી ૨.૪૬ કરોડ દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

Related posts

Breaking : વિસાવદરના લેરિયામાં AAP નેતા ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી ઉપર હુમલો…

Charotar Sandesh

સુરત દુષ્કર્મ કેસમાં સૌથી ઝડપી ચુકાદો આપવામાં આવ્યો : આરોપીને આજીવનની સજા

Charotar Sandesh

રાજ્યમાં આર્થિક સંકટ જોતા ઘરના ઘરનું સ્વપ્ન લંબાય તેવી સંભાવના…

Charotar Sandesh