Charotar Sandesh
ગુજરાત

મહિલા પીએસઆઈ આપઘાત કેસ : દીકરા સહિતનો આખો પરિવાર જેલમાં…

સુરત : સુરતના ઉઘના પોલીસ સ્ટેશનનાં મહિલા પીએસઆઈ અમિતા જોશીના આપઘાત કેસમાં માસૂમ વાંક વિના જેલમાં રહેશે. અમિતાના જોશીના આપઘાત કેસમાં પિતા, સાસુ-સસરા અને બે નણંદ દુષ્પ્રેરણાના ગુનામાં લાજપોર જેલમાં બંધ છે. હવે તેના દીકરાએ પણ પિતા સાથે રહેવાથી જીદ કરતાં માસૂમને પણ લાજપોર જેલ ખસેડવામાં આવ્યો છે. કોર્ટમાં અમિતાનાં માતા-પિતાએ બાળકની કસ્ટડી આપવાની અરજી કાર્ટે નકારી દીધી છે.
બાળકને કોર્ટમાં ત્રણવાર પૂછવામાં આવ્યું, પણ તેણે પિતા સાથે રહેવાનું જણાવ્યું હતું. ગત ૫ ડિસેમ્બરના રોજ ઉધના પોલીસમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતાં અમિતા જોશીને ફાલસાવાડી ખાતે પેટમાં ગોળી મારી આપઘાત કર્યો હતો. આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવાના કેસમાં મહિધરપુરા પોલીસે મૃતકના આરોપી પોલીસ પતિ વૈભવ જીતેશ વ્યાસ સહિત સાસરિયાંની ગત ૨૩મી ડિસેમ્બરના રોજ ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યાં હતાં.
જે પૈકી મૃતકનાં આરોપી સસરા જીતેશ ઉર્ફે જિતુ રતીલાલ વ્યાસ, સાસુ હર્ષાબેન, નણંદો- મનીષાબેન તથા અંકિતાબેનના રિમાન્ડ ન માગતાં જેલ કસ્ટડીમાં મોકલાયાં હતાં, જ્યારે પતિ વૈભવના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા બાદ તેની અવધિ પૂર્ણ થઇ હતી. વૈભવને કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડ નહી માગી કોર્ટ કસ્ટડીમાં સોંપતો રિપોર્ટ મહિધરપુરા પોલીસના તપાસ અધિકારીને કર્યો હતો.

Related posts

ફાયર સેફ્ટીનું એનઓસી ધરાવતા ક્લાસીસ ચાલુ કરી શકાશે : પોલિસ કમિશનર

Charotar Sandesh

રાજ્યના ભીષ્મપિતામહ ગણાતા કેશુભાઇ પટેલની રાજકીય સફર…

Charotar Sandesh

કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહના પત્ની રેશ્માબેને ગંભીર આક્ષેપ લગાવ્યા, કહ્યું હવે યુદ્ધ એ જ કલ્યાણ છે

Charotar Sandesh