Charotar Sandesh
બોલિવૂડ

ફિલ્મમાં રોલ માટે ક્યારેય મારી મિત્રતાનો ઉપયોગ નથી કરતીઃ દિયા મિર્ઝા

મુંબઈ : એક્ટ્રેસ દિયા મિર્ઝા છેલ્લા બે દશકથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે. આ દરમ્યાન તેણે ઘણા લોકો સાથે કામ કર્યું છે ઘણા મિત્રો બનાવ્યા પણ તેનું કહેવું છે કે ફિલ્મમાં રોલ માટે તેણે ક્યારેય પર્સનલ રિલેશનનો ઉપયોગ નથી કર્યો. તેણે કહ્યું કે તે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને અલગ-અલગ જ રાખે છે. આ વાત તેણે હાલમાં જ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીત દરમ્યાન કરી છે. આ દરમ્યાન તેણે એવું પણ જણાવ્યું કે તે બોલિવૂડમાં ક્યારેય કોઈ કેમ્પનો હિસ્સો નથી રહી. દિયાએ કહ્યું, મારી જર્ની દરમ્યાન મેં ઘણા લોકો સાથે મિત્રતા કરી છે, જેની સાથે મેં કામ કર્યું છે. મારી તે બધા સાથે લાંબા સમય સુધી ચાલનારી મિત્રતા છે, પણ મેં ક્યારેય કોઈ ફિલ્મમાં રોલ માટે તેમની પહોંચનો ઉપયોગ નથી કર્યો. હું જે કામ કરું છું તે અને મારી મિત્રતાને અલગ જ રાખું છું.
દિયા નવા વર્ષને લઈને ઘણી ઉત્સુક છે. તેને નવા વર્ષથી ઘણી આશાઓ છે. દિયાને લાગે છે કે તેને હવે એવું કામ મળવા લાગ્યું છે, જેવું તે હંમેશાંથી કરવા ઇચ્છતી હતી. તેને લાગે છે કે આ વર્ષ તેના કરિયરનું ૨.૦ વર્ઝન છે. દિયાએ કહ્યું, જે પ્રકારના રોલ મને ઓફર થઇ રહ્યા છે અને ફિલ્મમેકર્સ મારી સાથે જોડાઈ રહ્યા છે, એ એક ઈન્ડિકેશન છે કે હું કંઈક બદલવામાં સફળ રહી છું. જેવું કામ ઈચ્છે તેવું ન મળવા પર થતી નિરાશાને લઈને વાત કરતા દિયાએ કહ્યું, મારા મિત્રો જાણે છે કે મારી લાઈફમાં એક એવો ફેઝ પણ આવ્યો હતો. જ્યાં મને કામ મળી રહ્યું ન હતું અને જેવું કામ હું ઇચ્છતી હતી તેવું કામ ન મળતા હું ઘણી નિરાશ થઇ ગઈ હતી. અમારી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઉંમર ઘણી મેટર કરે છે, ૩૨-૩૩ થતા જ કામ પણ અલગ પ્રકારનું મળવા લાગે છે. હું ક્યારેય કોઈ કેમ્પનો હિસ્સો નથી રહી. મારા ઘણા સારા મિત્રો છે અને હું તેમની દોસ્તીનો ફાયદો તેમની પાસેથી સારી જાણકારી લેવા માટે કે કામ માગવા માટે નથી ઉઠાવતી.

Related posts

સિદ્ધાર્થ શુક્લા બન્યો બિગ બોસ-૧૩નો વિજેતા…

Charotar Sandesh

દીપિકાના ઇન્સ્ટાગ્રામ પર થયા પાંચ કરોડ ફોલોઅર્સ…

Charotar Sandesh

સારા અલી ખાન માઁ કામાખ્યા દેવીના મંદિરમાં દર્શનાર્થે અસમ પહોંચી, તસવીરો શેર કરી

Charotar Sandesh