Charotar Sandesh
બોલિવૂડ

કંગનાએ ધર્મને લઇ ટ્‌વીટ કરતા ઉર્મિલાએ કહ્યું- મારા ધર્મની ચિંતા કરવાની જરૂર નથી…

મુંબઈ : ઉર્મિલા માતોંડકર અને કંગના રનૌત વચ્ચેનો વિવાદ અટકવાનુ નામ નથી લેતો. કંગનાએ આ પહેલા પણ ઉર્મિલાની સંપત્તિને લઇને વિવાદ કર્યો હતો. આ વખતે કંગનાએ ઉર્મિલા માતોંડકરે લગ્ન કરવા ધર્મપરિવર્તન કેમ કર્યુ તે વાતને લઇને તકરાર શરૂ કરી છે. જોકે, ઉર્મિલા પણ ચૂપ બેસવાની નહોતી અને વીડિયો શેર કરીને કંગનાને વળતો જવાબ આપ્યો છે.
ઉર્મિલાએ તેની સંપત્તિ વિશે આપેલા જવાબના અંતે તે કહે છે, ગણપતિ બાપ્પા મોર્યા. તેણે કેપ્શનમાં પણ આ જ લખ્યું હતું. કંગનાએ આ અંગે ટવીટ કરીને કહ્યું- ‘સરસ કે તમે આટલી મહેનતથી ઘર લીધુ. તમને ખુબ ખુબ શુભેચ્છાઓ. સાંભળ્યું છે કે તમે નિકાહ કરવા માટે ધર્મ પરિવર્તન કર્યું. તો પણ ગર્વથી ગણપતિ જી કી જય કહે છે, તે જોઈને પણ સરસ થયું. ઓલ ધ બેસ્ટ.
કંગનાના આ ટિ્‌વટ પર ઉર્મિલાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘તેને મારા ધર્મની ચિંતા કરવાની જરૂર નથી. લોકો આખા મામલાને ફેરવીને મારા ધર્મ જેવા અર્થહીન મુદ્દાઓને લઇને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. તેમણે મારો મુદ્દો બનાવ્યો કે તેમની પાસે વાસ્તવિક મુદ્દાઓ પર બોલવાની હિંમત નથી. તેણે મારી અંગત જિંદગી, મારા પતિનું નામ, મારા લગ્ન અને મારા સાસરિયાઓને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ આ મારા મનોબળને અટકાવશે નહીં.

Related posts

સોશિયલ મીડિયામાં આ સોફ્ટવેર ઍન્જિનિયરને કારણે રાતોરાત રાનૂ મંડલ બની ગઈ સ્ટાર…

Charotar Sandesh

ધોની સંજુબાબાની ફિલ્મ ‘ડૉગહાઉસ’માં કેમિયો કરશે…

Charotar Sandesh

NCB Raid : બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત ૮ની અટકાયત

Charotar Sandesh