Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં ૧૧ જાન્યુઆરીથી ધો.૧૦-૧૧ના વર્ગો ‘અનલૉક’

દેશમાં કોરોનાના નવા સ્ટ્રેન વચ્ચે રૂપાણી કેબિનેટનો મોટો નિર્ણય…

૧૧ જાન્યુઆરીથી ધો.૧૦,૧૨ અને પીજી, યુજીના છેલ્લા વર્ષનું શિક્ષણ કાર્ય શરૂ થશે, કોઈ પણ ધોરણમાં માસ પ્રમોશન આપવામાં નહિ આવેઃ શિક્ષણમંત્રી

શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નથી, ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રહેશે, શાળામાં આવતા વિદ્યાર્થીઓના વાલીઓની સહમતી મેળવવાની રહેશે, અન્ય ધોરણ શરૂ કરવા અંગે તબક્કાવાર નિર્ણય લેવાશે…

ગાંધીનગર : રાજય સરકાર દ્વારા શાળા અને કોલેજો શરૂ કરવા અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. આગામી ૧૧ જાન્યુઆરીથી શાળા અને કોલેજો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે જાહેરાત કરી છે.
આજે મળેલી કેબિનેટની બેઠકમાં શાળા અને કોલેજો શરૂ કરવા અંગે નિર્ણય લેવાયો છે. કેન્દ્ર સરકારની કોરોનાની ગાઈડલાઈન મુજબ શાળાઓ શરૂ કરવા માટે રાજય સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ધોરણ ૧૦ અને ૧૨, પીજી, યુજીના છેલ્લા વર્ષનું શિક્ષણ કાર્ય શરૂ થશે.
રાજયના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કેબિનેટની બેઠક બાદ જાહેરાત કરી છે કે, રાજય સરકારે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨દ્ગક્ન વર્ગ ૧૧ જાન્યુઆરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ રહેશે. આગામી અન્ય ઘોરણોના કલાસ શરૂ કરવા અંગે તબક્કાવાર નિર્ણય લેવામાં આવશે અને સરકાર દ્વારા તેની જાહેરાત કરવામાં આવશે.
શિક્ષણ મંત્રીએ કહ્યું કે, શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નથી. નિયમોના પાલનની જવાબદારી અધિકારી, આચાર્યની રહેશે. અન્ય ધોરણો અંગે પણ તબક્કાવાર નિર્ણય લેવામાં આવશે. સાથે જ વાલીઓએ સંમત્ત પત્ર આપવો પડશે. ધોરણ-૯-૧૦-૧૧-૧૨દ્ગક્ન વર્ગો ઓડ ઇવન સિસ્ટમથી શરૂ થશે. વિદ્યાર્થીઓના વાલીઓએ કે માતા-પિતાની સંમત્તિ લેવી ફરજિયાત છે. જો કોઇ વાલી પોતાના વિદ્યાર્થીને સ્કૂલમાં મોકલવામાં ના માંગતો હોય તો તેના માટે ઓનલાઇન શિક્ષણ વર્ગ પણ ચાલુ રહેશે.
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાતભરમાં સ્કૂલો શરૂ કરવા અંગે મોટો નિર્ણય લેવાયો છે. આ વિશે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા એ કહ્યું કે, ૧૧ જાન્યુઆરીથી ધોરણ ૧૦ અને ૧૨ તથા પોસ્ટ ગ્રેજયુએટ, અંડર ગ્રેજયુએટનું શિક્ષણ ચાલુ કરવાનો નિર્ણય કરાયો છે. આ નિર્ણય ગુજરાત રાજયના તમામ બોર્ડ, સ્વનિર્ભર, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ શાળાઓને લાગુ પડશે. તો સાથે જ ધોરણ ૩ થી ૯ સુધીના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. આ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહિ અપાય. આ અંગે કેન્દ્ર સરકારની એસઓપીનો રાજય સરકારે વિચાર કર્યો. તમામ એસઓપી તમામ સંસ્થાઓને મોકલી આપવામાં આવી છે. ત્યારે શાળાઓએ તમામ એસઓપીનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, સ્વચ્છતાનું પાલન કરવાનું રહેશે. આ સાથે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહિ મળે તેવી પણ જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરાઈ છે. જેથી ગુજરાતમાં કોઈ પણ ધોરણમાં માસ પ્રમોશન આપવામાં નહિ આવે.
સીધી રીતે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની વાત નકારી કાઢી છે. જોકે, વિદ્યાર્થીઓને સ્કૂલ આવવાનું મરજિયાત કરાયું છે. સાથે જ વિદ્યાર્થીઓને વાલીઓની સહમતિ બાદ સ્કૂલમાં આવવા દેવાશે. આમ, સરકારના આ નિર્ણયની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી. ગુજરાત સરકારના આ નિર્ણયથી ગુજરાતમાં ૧૧ જાન્યુઆરીથી શાળા અને કોલેજ ખૂલશે.
માસ પ્રમોશન અંગે જાહેરાત કરતા શિક્ષણમંત્રીએ કહ્યું કે, જેટલુ ભણાવીશું તેની પરીક્ષા લેવાશે, વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહિ અપાય. ગુજરાતમાં બોગસ ડિગ્રી અંગે કોઈ પણનો પણ કયાંય આ પ્રકારનું કામ ચાલતુ નથી. દરેક યુનિવર્સિટીમાં તપાસ કરી છે. તપાસ ચાલુ છે. જો કોઈ કસૂરવાર હશે તો સખતમાં સખત પગલા લેવાશે.
શિક્ષણમંત્રીએ કહ્યું કે, શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નથી. આ શિક્ષણકાર્ય ઉપરાંત ઓનલાઈન શિક્ષણ ચાલુ છે તે પણ ચાલુ રહેશે. અન્ય વર્ગોને શરૂ કરવા માટે તબક્કાવાર નિર્ણય લેવાશે. આગામી દિવસોમાં તબક્કાવાર અન્ય જાહેરાતો પણ કરાશે.

Related posts

ભાજપ અધ્યક્ષ પાટીલ પૈસા અને સત્તાના જોરે મનફાવે કરે છે : આપ નેતા ગોપાલ ઈટાલિયા

Charotar Sandesh

કલમ ૩૭૦ હટતા વકીલો અને લોકોએ ફટાકડા ફોડી નિર્ણય વધાવ્યો…

Charotar Sandesh

જેઇઇ મેઈનનું પરિણામ જાહેરઃ સુરતના વિદ્યાર્થીએ રાજ્યમાં બીજો અને દેશમાં ૮૬મો રેન્ક મેળવ્યો…

Charotar Sandesh