Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં અનેક સ્થળોએ પક્ષીઓના મોતથી ફફડાટ : સરકાર એલર્ટ…

ગાંધીનગર : ગુજરાત સહીત દેશના અનેક રાજ્યો બર્ડ ફ્લુની ચપેટમાં આવી ગયા છે. દેશમાં અનેક સ્થળોએ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને રાજ્યોને બર્ડ ફ્લુ સામે આગમચેતી પગલા ભરવા માટે ચેતવણી પણ આપવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં અનેક સ્થળે મૃત પક્ષી મળી આવતા ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાતમાં બર્ડ ફ્લુની પુષ્ટ થયા બાદ પક્ષી પ્રેમીઓમાં મિશ્ર લાગણી જોવા મળી રહી છે. એક બાજુ ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો બીજી બાજુ પક્ષીઓ મોત ને કારણે દુખની લાગણી પણ જોવા મળી રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર કચ્છમાં ૩૮ કાગડાનાં શંકાસ્પદ મોત થયા છે. અંજારના ભીમાસર ગામમાં કાગડાના મોત થયાછે. ગામના તળાવ પાસેથી મૃત કાગડા મળી આવ્યા છે. બર્ડફ્લૂની દહેશત વચ્ચે ઘટનાથી ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
તો સાથે ગીરસોમનાથમાં પણ પક્ષીઓના શંકાસ્પદ મોત થયા છે. ડોળાશામાં ૪ કુંજ પક્ષીના શંકાસ્પદ મોત થયા છે. ચિખલીમાં ખેડૂતોના ફાર્મમાં ૧૫૦ મરઘાના મોત થયા છે. ફાર્મમાં રોજ ૮ થી ૧૦ મરઘાના મોત થી રહ્યાનું પણ સામે આવ્યું છે. ખેડૂતો દ્વારા વનવિભાગને જાણ કરાઈ છે.
ડાંગમાં પણ ૧૦ થી વધુ કાગડાઓના મોત થયા છે. શંકાસ્પદ મોતને પગલે તંત્ર એલર્ટ મોડ માં આવી ગયું છે. વઘઈમાં કાગડાના શંકાસ્પદ મોતથી ભયનો માહોમ જોવા મળી રહ્યો છે.

Related posts

સીએમ રૂપાણી રાજકોટ આવી ગાઇડલાઇન મુજબ કરશે મતદાન, તંત્ર સજ્જ…

Charotar Sandesh

રાજ્યમાં કોટા જેવા ૪ કોચિંગ સેન્ટર બનશે : મુખ્યમંત્રી રૂપાણીની જાહેરાત…

Charotar Sandesh

ગુજરાતની પ્રજા ભાજપનો અહંકાર તોડશે : શક્તિસિંહ ગોહિલ

Charotar Sandesh