Charotar Sandesh
સ્પોર્ટ્સ

સ્મિથે ટેસ્ટમાં સદી-અડધી સદીનું ૧૦મી વખત કારનામું કરી રેકોર્ડ કર્યો…

સિડની : ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયા મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું છે. બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાએ ૫ વિકેટના નુકસાન પર ૨૮૩ રન બનાવી લીધા છે. સ્મિથ ૮૧ રન બનાવી આઉટ થયો હતો. પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાને ૯૪ રનની લીડ મળી હતી.
આ દરમિયાન સ્ટીવ સ્મિથે એક મોટો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. સ્ટીવ સ્મિથે એક જ ટેસ્ટમાં સદી અને અડધી સદીનું કારનામું ૧૦મી વખત કર્યુ હતું. તેણે પ્રથમ ઈનિંગમાં ૧૩૧ અને બીજી ઈનિંગમાં ૮૧ રનની ઈનિંગ રમી હતી.
એક જ ટેસ્ટમાં સદી અને અડધી સદી મારવાના મામલે સાઉથ આફ્રિકાનો પૂર્વ ઓલરાઉન્ડર જેક કાલિસ બીજા ક્રમે છે. તેણે ૯ વખત આ પરાક્રમ કર્યું છે. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન એલિસ્ટ કૂકે ટેસ્ટ કરિયરમાં ૮ વખત આ સિદ્ધી મેળવી છે અને તે ત્રીજા ક્રમે છે.
એલન બોર્ડર, સચિન તેંડુલકર, રિકી પોન્ટિંગ, કુમાર સંગાકારા અને વિરાટ કોહલી ૭ વખત આ સિદ્ધી મેળવી ચુક્યા છે. જ્યારે આ બધા દિગ્ગજો સંયુક્ત રીતે ચોથા ક્રમે છે.

Related posts

આઈપીએલનું શિડ્યુલ જાહેર : ર૬ માર્ચથી સિઝન શરૂ થશે, પહેલા આ બે ટીમ વાનખેડે સ્ટેડિયમમાં ટકરાશે

Charotar Sandesh

હવે મેચ રમવા ભારતને નહીં કઈએ, આઈસીસી જ કરશે વાતઃ પીસીબી

Charotar Sandesh

આઇપીએલ રદ્દ થવાના એંધાણ : બીસીસીઆઇ ટૂંક સમયમાં કરશે જાહેરાત…

Charotar Sandesh