ચંડીગઢ : વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના ઘરે સોમવારે એક નાની પરીનો જન્મ થયો છે. ત્યારે દંગલ ગર્લના નામથી પ્રખ્યાત બબીતા ફોગાટ પણ માઁ બની છે. તેમણે દીકરાને જન્મ આપ્યો છે. આ જાણકારી બબીતા ફોગાટે પોતાના ટિ્વટર અકાઉન્ટ પર એક તસ્વીર શેર કરીને આપી હતી. બબીતાએ ફોટો શેર કરતા લખ્યું કે, અમારા સનશાઇનને મળો. અને સપનાઓમાં વિશ્વાસ રાખીએ છીએ.
જણાવી દઈએ કે આ પહેલા બબીતાએ ૨૧ નવેમ્બરના રોજ ઈન્સ્ટાગ્રામ પર બેબી બમ્પ ફ્લોન્ટ કરતી પોતાના પતિ સાથે તસ્વીર શેર કરી હતી. આ ફોટોમાં તેમણે લખ્યું હતું કે, તમારી પત્નિના રૂપમાં વિતાવેલા મેં દરેક પલમાં મેં અનુભવ્યું છે કે હું કેટલી ભાગ્યશાળી છું. તમે મારી ખુશી છે. તમે મને પૂરી કરી છે. હું મારા જીવનના નવા ચેપ્ટરને તૈયાર કરવા માટે ઉત્સાહી છું. અને આવનાર બાળકની રાહ જોઈ રહી છું.
જણાવી દઈએ કે ઈન્ટરનેશનલ રેસલર બબીતા ફોગાટના પતિ વિવેક પણ પહેલવાન છે. સૂત્રો અનુસાર, તેમની મુલાકાત ૨૦૧૪માં થઈ હતી. જાણવામાં આવી રહ્યું છે કે પ્રથમ મુલાકાતથી જ બંન્ને એક-બીજાથી પ્રભાવિત હતા. ધીરે-ધીરે બંને નજીક આવ્યા અને ૨૦૧૯માં બંન્નેએ લગ્ન કરી લીધા.