Charotar Sandesh
ગુજરાત

વડાપ્રધાન મોદીની અમદાવાદ-સુરતને ‘મેટ્રોની ગિફ્ટ’ : વર્ચ્યુઅલ ઇ-ખામૂહૂર્ત કર્યું…

  • પીએમએ અમદાવાદ મેટ્રો ફેઝ-૨ અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ ઇ-ખામૂહૂર્ત કર્યું…
    – ગુજરાતની વિકાસ યાત્રામાં મહત્વપૂર્ણ અધ્યાયનો આરંભ, સુરત એક ભારત શ્રેષ્ઠ ભારતનું ઉદાહરણ, વિશ્વનું ૧૪મું સૌથી તેજીથી વિકસતું શહેર, આ મેટ્રો પ્રોજેક્ટ અમદાવાદ-સુરતમાં કનેક્ટિવિટીનું કામ કરશે, રાજ્યમાં આયુષ્માન ભારત થકી ૨૧ લાખ લોકોએ મફત સારવારનો લાભ લીધો છે
    – અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ ફેજ-૨ની લંબાઈ ૨૮.૨૫ કિ.મીની હશે, મોટેરાથી મહાત્મા મંદિર સુધી કોરોડિર બનશે, પ્રથમ તબક્કામાં ૪૦ કિમિના બે તબક્કા રહેશે, કોરિડોર ૧ સરથાણાથી ડ્રિમ સીટી ૧૫.૧૪ કિમિ જેમાં ૧૪ એલિવેટેડ તો ૬ ભૂગર્ભ સ્ટેશન હશે

ન્યુ દિલ્હી/ગાંધીનગર : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાતના વધુ બે મહત્વના પ્રોજેકટનું શિલાન્યાસ કરવામાં આવ્યું છે. અમદાવાદ ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેકટ અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું દિલ્લી ખાતેથી વર્ચ્યુલ શિલાન્યાસ કરવામાં આવ્યું. અમદાવાદ ફેઝ ૨ના મેટ્રોના કામનું ખાતમુહૂર્ત થયુ જે મોટેરાથી ગાંધીનગરને જોડશે. આ પ્રસંગે માનનીય રાજયપાલ આચાર્ય દેવવ્રત, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભારતના ગૃહમંત્રી અમિત શાહ, ભારતના કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) ડો.હરદીપ સિંઘ પુરી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
પીએમ મોદીએ ગુજરાતીમાં પોતાનું સંબોધન શરૂ કરતા જણાવ્યું કે, અમદાવાદ અને સુરતના બધા લોકો ઊંધિયા અને જલેબીમાંથી હવે નવરા પડ્યા હશે. તેમણે વધુમાં જણાવ્યું કે, આજે ઉત્તરાયણની શરૂઆતમાં આજે અમદાવાદ અને સુરતમાં, મોટા વેપારી શહેરોમાં મેટ્રો કનેક્ટિવિટીને મજબૂત કરવાનું કામ કરશે. કાલે કેવડિયા માટે નવા રેલ માર્ગો અને ટ્રેનોની શરૂઆત કરી. આ શુભારંભ માટે હું ગુજરાતનાં લોકોને ઘણી શુભેચ્છાઓ આપુ છું. આજે ૧૭ હજાર કરોડ રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ શરૂ થઇ રહ્યું છે. જે બતાવે છે કે કોરોનાના આ કાળમાં પણ દેશનાન નવા ઇન્ફ્ર્રાસ્ટ્ર્‌ક્ચરના કામ સતત વધી રહ્યા છે.
અમદાવાદ અને સુરત બંન્ને ગુજરાત અને ભારતનાં આત્મનિર્ભર્તાને સશ્ક્ત કરતા શહેરો છે. મને યાદ છે કે, જ્યારે અમદાવાદમાં મેટ્રોની શરૂઆત થઇ હતી તે ઘણો જ મૂલ્યવાન પળ હતો. લોકોના ચહેરા પર ખુશી હતી. લોકો આ જોવા માટે ધાબા પર ચઢી ગયા હતા. આ કદાચ જ કોઇ ભૂલી શકે છે. અમદાવાદની ઓળખે મેટ્રો સાથે જોડાયુ છે. મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર નિર્માણ કરવામાં આવશે, તો ગુજરાત નેશનલ લો યુની. થી ગિફ્ટ સીટી ને જોડાશે. જેનો લાભ લાખો લોકોને મળશે. અમદાવાદ બાદ સુરત બીજુ એવું શહેર છે જે મેટ્રોથી જોડાશે. સુરતમાં મેટ્રો નેટવર્ક એક રીતે સમગ્ર શહેરના મહત્વપૂર્ણ વેપારી કેન્દ્રને જોડશે. આજે આપણે શહેરોના પરિવહનને એકીકૃત સિસ્ટમ તરીકે વિકસાવી રહ્યા છીએ. એટલે કે એટલે કે, બસ, મેટ્રો, રેલ એ બધા પોતપોતાની રીત પ્રમાણે ન ચાલવા જોઈએ, પરંતુ સામૂહિક પ્રણાલી તરીકે કામ કરવું જોઈએ, એક બીજાને પૂરક બનાવશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, આજે સુરતની આબાદીને જોઇએ તો દેશનું આઠમું મોટું શહેર છે. જ્યારે દુનિયાનું ચોથુ સૌથી ઝડપી વિકસિત થતું શહેર છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતના શહેરો તેમજ ગ્રામીણ વિસ્તારોમાં વર્ષોથી અભૂતપૂર્વ વૃદ્ધિ જોવા મળી છે. ખાસ કરીને ગામમાં છેલ્લા બે દાયકામાં માર્ગ, વીજળી અને પાણીની સ્થિતિમાં સુધારો થયો છે. ગુજરાતની વિકાસયાત્રામાં તે ખૂબ જ મહત્વપૂર્ણ અધ્યાય છે.
પીએમ મોદીએ જણાવ્યું કે, છેલ્લા ૬ વર્ષમાં દેશમાં આરોગ્ય સેવાઓ સંબંધિત યોજનાઓ શરૂ થઈ છે, ગુજરાતને પણ ખૂબ વ્યાપકપણે આ લાભ મળી રહ્યો છે. આયુષ્માન ભારત યોજના અંતર્ગત ગુજરાતના ૨૧ લાખ લોકોને નિઃ શુલ્ક સારવાર મળી છે.
આપણામાંના મોટા ભાગના લોકોએ તે સમય જોયો છે જ્યારે ટ્રેન અને ટેન્કર દ્વારા ગુજરાતના ગામડાઓમાં પાણી પહોંચાડવું પડતુ હતું. હવે ગુજરાતના દરેક ગામમાં પાણી પહોંચ્યું છે. એટલું જ નહીં, હવે લગભગ ૮૦% ઘરોમાં નળમાંથી પાણી મળી રહ્યું છે. જળ જીવન મિશન અંતર્ગત રાજ્યમાં ૧૦ લાખ નવા જળ જોડાણો પૂરા પાડવામાં આવ્યા છે. નળમાંથી પાણી ખૂબ જ જલ્દીથી ગુજરાતના દરેક ઘરે પહોંચશે.
સિંચાઈ માટે, આજે ગુજરાતના એવા વિસ્તારોમાં પણ પાણી પહોંચ્યું છે, જ્યાં એક સમયે સિંચાઇ સુવિધા અશક્ય માનવામાં આવતી હતી. તે સરદાર સરોવર ડેમ, સોની યોજના, વોટર ગ્રીડનું નેટવર્કના કારણે. ગુજરાતના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોને લીલોતરી આપવા માટે વિસ્તૃત કામગીરી કરવામાં આવી છે.

Related posts

લોન ન ભરવી પડે તે માટે પોતાને મૃત જાહેર કરનાર આરોપીને પોલીસે ઝડપ્યો…

Charotar Sandesh

અનેક ભાગોમાં ચોમાસાના વ૨સાદ જેવા ભા૨ે ઝાપટા : પાકને નુક્સાન…

Charotar Sandesh

કલમ ૩૭૦ હટતા વકીલો અને લોકોએ ફટાકડા ફોડી નિર્ણય વધાવ્યો…

Charotar Sandesh