Charotar Sandesh
ઈન્ડિયા

તમારી પ્રાઇવસીને અસર થતી હોય તો વોટ્‌સએપ ડિલીટ કરી દો : હાઇકોર્ટ

આ કેસની સુનાવણી ૨૫ જાન્યુઆરીએ થશે

હાઇકોર્ટે આકરી ટિપ્પણી કરતા કહ્યું, આ પ્રાઇવેટ એપ છે પ્રાઇવસી પ્રભાવિત થઇ હોય તો વ્હોટસએપ ડિલિટ કરી દો

ન્યુ દિલ્હી : વોટ્‌સએપ દ્વારા લાવવામાં આવેલ પ્રાઇવસી પૉલિસીને લઇ સોમવારના રોજ દિલ્હી હાઇકોર્ટમાં સુનવણી થઇ. અરજીકર્તા દ્વારા અપીલ કરવામાં આવી હતી કે આ પૉલિસીને લઇ સરકારે પગલાં લેવા જોઇએ, આ પ્રાઇવસીનું ઉલ્લંઘન થયું છે. જો કે દિલ્હી હાઇકોર્ટે આ કેસમાં કોઇ નોટિસ રજૂ કરી નહીં અને કહ્યું છે તેના પર વિસ્તૃત સુનવણી જરૂરી છે. હવે આ કેસની સુનવણી ૨૫મી જાન્યુઆરીના રોજ થશે.
અરજીકર્તા દ્વારા કોર્ટમાં કહ્યું કે તેના પર સરકારે મોટા પગલાં ભરવા જોઇએ, આ લોકો પ્રાઇવસીનું ઉલ્લંઘન કરે છે. વ્હોટસએપ જેવી પ્રાઇવેટ એપ સામાન્ય લોકો સાથે જોડાયેલી વ્યક્તિગત માહિતીઓને શેર કરવા માંગે છે તેના પર પ્રતિબંધ મૂકી દેવાની જરૂર છે.
તેના પર દિલ્હી હાઇકોર્ટે આકરી ટિપ્પણી કરી. હાઇકોર્ટે કહ્યું કે આ એક પ્રાઇવેટ એપ છે, જો તેની પ્રાઇવસી પ્રભાવિત થઇ રહી છે તો તમારે વ્હોટસએપને ડિલીટ કરી દેવું જોઇએ. કોર્ટે કહ્યું કે શું તમે મેપ કે બ્રાઉઝરનો ઉપયોગ કરો છો? તેમાં પણ તમારો ડેટા શેર કરાય છે.
કોર્ટમાં અરજીકર્તાની તરફથી અપીલ કરવામાં આવી કે અમે આ કેસમાં ઇચ્છીએ છીએ કે કડક કાયદો બને. યુરોપિયન દેશોમાં તેને લઇ કડક કાયદો છે આથી વ્હોટસએપની પૉલિસી ત્યાં પર અલગ છે અને ભારતમાં કાયદો કડક ના હોવાના લીધે સામાન્ય લોકોના ડેટાને થર્ડ પાર્ટીને શેર કરવા પર આવી એપને કોઇ મુશ્કેલી નથી.
કોર્ટમાં વ્હોટસએપની તરફથી મુકુલ રોહતગીએ દલીલ કરી કે તેમણે કહ્યું કે તેનો ઉપયોગ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને લોકોની પ્રાઇવસીનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. બે મિત્રોની પરસ્પરની વાતચીત કોઇપણ થર્ડ પાર્ટી સાથે શેર કરાશે નહીં. આ માત્ર વ્હોટસએપ બિઝનેસ સાથે જોડાયેલા ગ્રૂપ માટે છે, જેમાં ડેટા અને રૂચિને જોઇને તેને બિઝનેસ માટે ઉપયોગ કરાશે.
વ્હોટસએપની તરફથી હાજર બીજા વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે અરજીની સુનવણી માટે યોગ્ય જ નથી, તેને નકારી દેવી જોઇએ. કેન્દ્રની તરફથી એડિશનલ સોલિસિટર જનરલ ચેતન શર્મા એ કહ્યું કે આ અરજીને લઇ ઉતાવળમાં નોટિસ રજૂ કરવી જોઇએ નહીં, પરંતુ તમામ પક્ષોને પહેલાં સાંભળવા જરૂરી છે.

Related posts

રાહુલ ગાંધીએ પાર્ટીની પૂરી જવાબદારી સંભાળવી જોઇએ : શરદ પવાર

Charotar Sandesh

શરદ પવારે મમતાને પત્ર લખી સીએએ-એનઆરસીના સમર્થનની જાહેરાત કરી…

Charotar Sandesh

ટ્રમ્પ ઇફેકટ : અમેરીકામાં નોકરીની શોધમાં રહેલા ભારતીયની સંખ્યા ઘટી

Charotar Sandesh