Charotar Sandesh
ગુજરાત

સોમવારથી ધો.૯ અને ધો.૧૧ની સ્કૂલો શરૂ થાય એવી શક્યતા…

ગાંધીનગર : કોરોનાને કારણે ગુજરાતમાં બંધ થયેલું ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા માટે શિક્ષણ વિભાગ સક્રિય બન્યો છે, જેમાં ધોરણ ૧૦ અને ૧૨ની શરૂઆત કર્યા બાદ ફેબ્રુઆરીમાં ધોરણ ૯ અને ૧૧, એ પછી માર્ચ મહિનામાં ધોરણ ૬થી ૮ની સ્કૂલો અને અંતમાં એપ્રિલથી ધોરણ ૧થી ૫ની પ્રાથમિક શિક્ષણ માટેની સ્કૂલો શરૂ કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છે, જેમાં સૌથી મહત્ત્વનું વિચારણામાં છે કે આ વર્ષે લાંબું ઉનાળુ વેકેશન રાખવું નહીં, માત્ર એક કે બે અઠવાડિયાં પૂરતું જ વેકેશન રાખવું, સાથે સાથે મે મહિનામાં ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા લીધા બાદ ધોરણ ૧થી ૮ અને ૯ તથા ૧૧ની જૂન મહિનામાં પરીક્ષાઓ યોજાય, એ મામલે શિક્ષણ વિભાગ ખાસ એકેડેમિક કેલેન્ડર તૈયાર કરી રહ્યો હોવાનું જાણવા મળે છે.
ગુજરાતમાં કોરોનાના ઘટતા જતા કેસ બાદ ગત ૧૧ જાન્યુઆરીથી ધોરણ ૧૦ અને ૧૨ની શાળાઓ શરૂ કરવામાં આવી છે, જેમાં કોઈ મોટું વિઘ્ન ના આવતા અને અત્યારસુધીમાં કોવિડની ગાઈડલાઈન્સ મુજબ, શૈક્ષણિક કાર્ય ચાલી રહ્યું છે, એને ધ્યાનમાં રાખીને હવે શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગ સાથે સંકલન રાખીને તબક્કાવાર સંપૂર્ણ શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવે એવી શક્યતા છે. ફેબ્રુઆરી મહિનાના આરંભથી ધોરણ ૯ અને ૧૧ માટે શાળાઓ શરૂ કરવાની તૈયારી કરી લીધી છે.
૧૧ જાન્યુઆરીથી ધોરણ ૧૦ અને ૧૨ના વર્ગખંડો શરૂ કર્યા બાદ જે શહેર કે ગામમાં કોવિડ-૧૯ના કેસોનું પ્રમાણ ઊંચું રહે છે ત્યાં વિદ્યાર્થી અને શિક્ષકોમાં ચેપનો ફેલાવો થયો છે કે કેમ? એની સમીક્ષા સાથેનો રિપોર્ટ જે-તે જિલ્લા શિક્ષણાધિકારી પાસેથી મગાવવામાં આવી રહ્યો છે, જેના આધારે ૨૫ જાન્યુઆરીને સોમવાર અથવા તો ૧લી ફ્રેબુઆરી ને સોમવારથી ૯ અને ૧૧ માટે સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.

Related posts

રાંધણગેસનો બાટલો ૧૦૦ રૂપિયા મોંઘો, ૮ મહિનાથી સબસિડી પણ મળતી નથી…

Charotar Sandesh

વડોદરામાં પરિણિતાને પરેશાન કરતા વિધર્મી રોમિયોની જાહેરમાં ધોલાઇ…

Charotar Sandesh

રાજ્યમાં આજથી ૧૦ ઓગષ્ટ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી…

Charotar Sandesh