હૈદરાબાદ : અજિંક્ય રહાણેના નેતૃત્વ હેઠળ ભારતે યજમાન ઓસ્ટ્રેલિયા સામેની ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં ઐતિહાસિક જીત નોંધાવી છે. અનુભવી ખેલાડીઓની ગેરહાજરીમાં ભારતની યુવા બ્રિગેડે ઓસ્ટ્રેલિયામાં અજાયબીઓ સ્થાપી હતી. વોશિંગ્ટન સુંદર, ટી. નટરાજન, મોહમ્મદ સિરાજ ઓસ્ટ્રેલિયામાં છવાઇ ગયા. આ પ્રવાસ સિરાજ માટે ખૂબ જ યાદગાર અને ખાસ હતો.
પ્રવાસ શરૂ થાય તે પહેલાં જ સિરાજના પિતાએ દુનિયાને અલવિદા કહ્યુ આ અને આ આઘાત લાગવા છતા સિરાજે દુઃખોને હાવી ન થવા દેતા શાનદાર પ્રદર્શન કર્યુ. એક બાજુ ટીમ અને એક બાજુ પરિવાર ખેલાડીએ મક્કમ નિર્ણય કર્યો અને ઘરે પાછો ફર્યો નહીં અને ટીમ સાથે રહ્યો અને પિતાનું સ્વપ્ન પૂર્ણ કર્યુ.
ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક વિજય મેળવ્યા બાદ સિરાજે ઘરે પરત આવતાની સાથે જ પોતાને ભેટ આપી હતી. શુક્રવારે સિરાજે પોતાને બીએમડબલ્યુ કાર ગિફ્ટ કરી હતી. તેણે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ સમાચાર જાહેર કર્યા. સિરાજની નવી કારનો વીડિયો તેના સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. સિરાજના પિતાએ એકવાર ઓટો ચલાવ્યો હતો અને તેના પુત્રએ ઘરની બહાર એક બીએમડબલ્યુ કાર ઉભી રાખી હતી. જોકે આ ક્ષણ જોવા તેના પિતા રહ્યા નહી એ વાતનો કાયમી અફસોસ સિરાજને રહેશે.
સિરાજનો જન્મ હૈદરાબાદના એકદમ ગરીબ પરિવારમાં થયો હતો અને તેના પિતા ઓટો ડ્રાઇવર હતા. જોકે, ઓટો ડ્રાઇવર હોવા છતાં પિતાએ ક્યારેય સિરાજને કોઇ વસ્તુઓની કમી નથી રહેવા દીધી. તેણે સિરાજને શ્રેષ્ઠ સ્પાઇક્સ આપ્યા.