Charotar Sandesh
બોલિવૂડ

દિગ્ગજ ગુજરાતી નાટ્યકાર અને ’શોલે’ ફિલ્મના આસિસ્ટન્ટ ડિરેક્ટર અરવિંદ જોષીનું નિધન…

મુંબઈ : ગુજરાતી રંગભૂમિને જબ્બર ખોટ પડી છે. દિગ્ગજ અભિનેતા, નાટ્યકર્મી, નિર્માતા અને બોલિવૂડ અભિનેતા શરમન જોષીના પિતા અરવિંદ જોષીનું આજે ૨૯ જાન્યુઆરીની સવારે નિધન થયું છે. તેમણે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. મુંબઈ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અરવિંદ જોશીનાં સંતાનો શરમન જોશી અને દીકરી માનસી જોશી રોય પણ અભિનયના ક્ષેત્રમાં જ સક્રિય છે.
અરવિંદ જોશીના પુત્ર શરમન જોશીએ પ્રેમ ચોપરાની દીકરી પ્રેરણા સાથે લગ્ન કર્યાં છે. જ્યારે એમની દીકરી માનસી જોશીએ અભિનેતા રોહિત રોય સાથે લગ્ન કર્યાં છે. રોહિત રોય અભિનેતા રોનિત રોયના ભાઈ છે. અરવિંદ જોશી અને તેમના ભાઈ પ્રવીણ જોશી બંને ગુજરાતી નાટ્યજગતનાં ધરખમ નામો છે. પ્રવીણ જોશીએ વરિષ્ઠ અભિનેત્રી સરિતા જોશી સાથે લગ્ન કર્યાં હતાં. એ નાતે અરવિંદ જોશી સરિતા જોશીના દિયર અને સરિતા જોશીની દીકરીઓ કેતકી દવે તથા પૂરબી જોશીના કાકા થાય.
ગુજરાતી રંગભૂમિમાં માતબર પ્રદાન કરવા ઉપરાંત અરવિંદ જોશીએ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ પોતાનું પ્રદાન કર્યું હતું. ક્લાસિક હિટ ફિલ્મ ‘શોલે’માં તેમણે અભિનય કરવા ઉપરાંત આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું હતું. આ ઉપરાંત તેમણે રાજેશ ખન્ના-નંદા સ્ટારર ફિલ્મ ‘ઇત્તેફાક’માં યશ ચોપરાને અસિસ્ટ કર્યા હતા.આ ઉપરાંત ઈ.સ. ૧૯૯૦માં આવેલી ફિલ્મ ‘અપમાન કી આગ’માં ઇન્સ્પેક્ટર પ્રભાકરની ભૂમિકા ભજવી હતી.

Related posts

કરીના કપૂર ઈન્સ્ટાગ્રામમાં ડેબ્યૂ કરશે..?!!

Charotar Sandesh

આપણી પાસે લોકો હંમેશાં કોમેડીની જ આશા રાખી રહ્યા છેઃ અક્ષય કુમાર

Charotar Sandesh

સની લિયોની બની ક્રિકેટર, શેર કર્યો વિડીયો…

Charotar Sandesh