Charotar Sandesh
ઈન્ડિયા

ઇઝરાયેલ દૂતાવાસ બ્લાસ્ટ : તપાસ એનઆઇએને સોંપવામાં આવે તેવી શક્યતા…

બ્લાસ્ટમાં એનર્જી ડ્રિંકનો ઉપયોગ થયો હોવાની આશંકા…

ન્યુ દિલ્હી : છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હીમાં ઇઝરાયલ દૂતાવાસ પાસે થયેલા બ્લાસ્ટને લઈ ચર્ચા કરવામા આવી રહી છે અને દેશભરમાં સુરક્ષામાં વધારો કરવામાં આવી રહ્યો છે. તે જ સમયે આ વિસ્ફોટની તપાસ કરી રહેલી નેશનલ સિક્યુરિટી ગાર્ડના નેશનલ બોમ્બ ડેટા સેન્ટરની ટીમે આશંકા વ્યક્ત કરી છે કે, આ બ્લાસ્ટમાં એનર્જી ડ્રિંકનો ઉપયોગ થઈ શક્યો હોઈ શકે છે. એટલા માટે આવું કહેવામાં આવી રહ્યું છે કારણ કે વિસ્ફોટના સ્થળની નજીક જર્જરિત હાલતમાં એક ડ્રિન્કનો ડબ્બો મળી આવ્યો છે.
સુત્રોના હવાલેથી જાણવા મળી રહ્યું છે સર્કિટ બોર્ડ ડિવાઇસને છુપાવવા માટે એનર્જી ડ્રિંકના કેનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. શક્યતા છે કે તે ટાઈમરથી કનેક્ટેડ હોઈ શકે છે. વિસ્ફોટના સ્થળે એક સર્કિટ બોર્ડ પણ મળી આવ્યું છે. એવી પણ માહિતી આપી છે કે બોમ્બ ડિવાઇસમાં એલ્યુમિનિયમ તેમજ પેંટએરીથ્રાઈટોલ ટેટ્રાનાઈટ્રેટ મળી આવ્યા છે. લેબમાં આની પુષ્ટિ પણ કરી છે. એક સુત્રનું એવું પણ કહેવું છે કે આ વિરોધાભાસી છે કારણ કે એક તીવ્ર વિસ્ફોટક છે અને બીજો ઓછો વિસ્ફોટક છે. જો કે ફાઈનવ અહેવાલ રવિવારે આવશે.
એનએસજી ટીમે બ્લાસ્ટ થયો એ સ્થળની મુલાકાત લીધી છે. તેનો અહેવાલ પણ બ્લાસ્ટની તપાસ કરનારી દિલ્હી પોલીસની ટીમ સાથે શેર કરવામાં આવશે. સૂત્રએ જણાવ્યું હતું કે ટીમને ઘણા સીસીટીવી ફૂટેજ મેળવવામાં સફળતા મેળવી છે. પરંતુ હજી સુધી અમે કોઈ નક્કર પરિણામ પર પહોંચ્યા નથી. કારણ કે દૂતાલાસના આસપાસના મોટાભાગના સીસીટીવી ખરાબ હતા.
તો વળી સાથે જ સૂત્રોનું એમ પણ કહેવું છે કે બ્લાસ્ટના કેટલાક કલાકો પહેલા અને તેના પછી, દૂતાવાસમાં અને તેની આસપાસના મોબાઇલ નંબર અને તેમના કોલ્સનો ડેટા પણ એકત્રિત કરવામાં આવી રહ્યો છે. આ સાથે તે દિવસે દૂતાવાસની આસપાસ આવેલા લોકો વિશેની માહિતી અને કેબ કંપનીઓ પાસેથી પણ લેવામાં આવી રહી છે. તપાસ એજન્સીઓ દૂતાવાસની આજુબાજુના વિસ્તાર માટે આઈપીડીઆર ડેટા પણ સ્કેન કરી રહી છે.

Related posts

પીએમ મોદીના જન્મ દિવસને યુવાઓ બેરોજગારી દિવસ તરીકે ઉજવવા મજબૂર : રાહુલ ગાંધી

Charotar Sandesh

કોરોના મહાસંક્ટ : ૨૪ કલાકમાં અધધ… ૬૨ હજાર કેસો, ૮૯૯ના મોત : આંકડો ૨૦ લાખને પાર…

Charotar Sandesh

વડાપ્રધાન મોદી ૬૬ ટકા સાથે લોકપ્રિયતા મામલે દુનિયામાં પ્રથમ સ્થાને…

Charotar Sandesh