Charotar Sandesh
સ્પોર્ટ્સ

ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી ફાસ્ટ બોલર અશોક ડિંડાએ નિવૃતિ જાહેર કરી…

મુંબઇ : ભારતીય ક્રિકેટ તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચુકેલા ફાસ્ટ બોલર અશોક ડિંડા એ નિવૃતિની જાહેરાત કરી છે. મંગળવારે ડિંડાએ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી નિવૃતિ લેવાનો નિર્ણય લીધો છે. કોલકત્તામાં મીડિયાને આ વાતની જાણકારી આપતા તેણે બધાનો આભાર માન્યો છે. આ ઘટનાએ ડિંડાના ચાહકોને ભારે આંચકો આપ્યો છે.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૪૨૦ વિકેટ ઝડપનાર આ બોલર હાલમાં સમાપ્ત થયેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રહ્યો હતો. ડિંડાએ ભારત તરફથી કુલ ૧૩ વનડે અને ૯ ટી૨૦ મેચ રમી છે. વર્ષ ૨૦૧૦મા ઝિમ્બાબ્વે વિરુદ્ધ વનડે પર્દાપણ કરનાર આ બોલરે પોતાની છેલ્લી મેચ ૨૦૧૩માં ઈંગ્લેન્ડ સામે રમી હતી. વર્ષ ૨૦૦૯મા નાગપુર ટી૨૦થી અશોક ડિંડાએ પોતાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટની શરૂઆત કરી હતી. પાકિસ્તાન વિરુદ્ધ અમદાવાદમાં ૨૦૧૨માં આ ભારતીય ફાસ્ટ બોલરે અંતિમ ટી૨૦ મુકાબલો રમ્યો હતો.
ડિંડાએ બંગાળની રણજી ટીમ તરફથી સ્થાનિક ક્રિકેટ મેચમાં પર્દાપણ કર્યુ હતું. એક દાયકા સુધી બંગાળની ટીમ તરફથી રમ્યા બાદ તેણે ગોવાની ટીમ તરફથી રમવાનો નિર્ણય લીધો હતો. આ સીઝનમાં સૈયદ મુશ્તાક અલીમાં ડિંડાએ ત્રણ મેચ રમી હતી.

Related posts

Tokyo-Olympicમાં ભારતીય Hockey ટીમે જર્મનીને ૫-૪થી હરાવી ઈતિહાસ રચ્યો

Charotar Sandesh

ક્રિકેટર હાર્દિક પંડ્યા પિતા બન્યા, નતાશાએ આણંદમાં આપ્યો પુત્રને જન્મ…

Charotar Sandesh

BCCI કોરોના સંકટમાં મદદ માટે આગળ આવ્યું, દાન કર્યા ૨ હજાર ઓક્સિજન કોન્સન્ટ્રેટર

Charotar Sandesh