Charotar Sandesh
ઈન્ડિયા

રામનગરી અયોધ્યા બનશે વર્લ્ડ ક્લાસ સિટી, કેનેડાની કંપનીને મળી જવાબદારી…

કેનેડાના એલઇએ એસોસિએટ્‌સને કન્સલ્ટેંસી એજન્સી તરીકે નિયુક્ત કરાઇ…

લખનઉ : રામનગરી અયોધ્યાની કાયાકલ્પ કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ માટે, કેનેડાના એલઇએ એસોસિએટ્‌સને કન્સલ્ટેંસી એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે. આ કંપની અયોધ્યાનો પૂર્ણ વિકાસ, નગર આયોજન, પર્યટન, સિટી એરિયા પ્લાનિંગ બનાવશે. તેમાં સી.પી.કુકરેજા અને એલએન્ડટી ભાગીદારો હશે. કન્સલ્ટન્સી કંપની બનવા માટે ૭ કંપનીઓએ બોલી લગાવી હતી.
હકીકતમાં ઉત્તર પ્રદેશ સરકાર અયોધ્યાને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાની તૈયારી કરી રહી છે. રામ મંદિરની ભવ્યતા માટે ત્રણ કંપનીઓ સાથે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. અયોધ્યાના સ્માર્ટ સિટી એરિયા પ્લાનિંગ, રિવર એરિયા ડેવલપમેન્ટ, હેરિટેજ, ટૂરિઝમ અને શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ માટે આ કરાર કરવામાં આવ્યા છે. કેનેડિયન કંપની એલઇએ એસોસિએટ્‌સ સાઉથ એશિયા પ્રાઈવેટ લિમિટેડની પસંદગી અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટીએ કરી છે.
મળતી માહિતી મુજબ ૨૬ ડિસેમ્બરે અયોધ્યા વિકાસ ઓથોરિટી દ્વારા રિક્વેસ્ટ ફોર પ્રપોજલ પ્રકાશિત કરવામાં આવી હતી. રિક્વેસ્ટ ફોર પ્રપોજલ હેઠળ ઘણી કંપનીઓએ અરજી કરી હતી. અયોધ્યા વિકાસ ઓથોરિટી દ્વારા કુલ સાત ઓફરમાંથી છ ટેન્ડરોની પસંદગી સ્પર્ધા માટે કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ટેન્ડર મૂલ્યાંકન સમિતિએ અયોધ્યામાં ભવ્ય વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવા માટે માટે છેલ્લી ત્રણ કંપની પર પંસદગી ઉતારી હતી. આ ત્રણ કંપનીઓમાં મેસર્સ એલઇએ એસોસિએટ્‌સ સાઉથ એશિયા પ્રાઈવેટ લિમિટેડ, મેસર્સ આઈપીઇ અને દેશના જાણીતી મેસર્સ ટાટા કન્સલ્ટિંગ એન્જિનિયર્સને અંતિમ સ્પર્ધા માટે પસંદ કરવામાં આવી છે. પસંદ કરેલી કંપની એક સર્વે દ્વારા અયોધ્યા શહેરના વિસ્તૃત અભ્યાસ પર કામ કરશે. અયોધ્યાની ધાર્મિક પર્યટન ક્ષમતા અને રામ મંદિરના મહત્વને ધ્યાનમાં રાખીને, તે સર્વાંગી વિકાસ પર કામ કરશે. કંપની ઇન્ટિગ્રેટેડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર યોજના અને નીતિ નિર્માણ પર પણ ધ્યાન આપશે.

Related posts

દેશમાં અત્યાર સુધી ૧૮ કરોડથી વધુ લોકોએ કોરોના વેક્સિન લીધી…

Charotar Sandesh

‘રેપ ઈન ઈન્ડિયા’વાળા નિવેદન પર રાહુલ ગાંધી ફસાયા, ચૂંટણી આયોગે નોટિસ મોકલી…

Charotar Sandesh

છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૮૬,૫૦૮ પોઝિટિવ કેસ નોંધાયા…

Charotar Sandesh