Charotar Sandesh
ગુજરાત

મુખ્યમંત્રી રૂપાણીને બદલે હવે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કરશે ચૂંટણી પ્રચાર…

રાજકોટ : વડોદરામાં જાહેરસભા દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત લથડી હતી અને તેઓ ઢળી પડ્યા હતા. આ સમાચાર વાયુવેગે ફેલાયા હતા. હોસ્પિટલમાં તાત્કાલિક દાખલ કરાયા બાદ તેઓ કોરોના પોઝિટિવ જાહેર થયા હતા. હાલ તેઓ ક્વોરેન્ટાઈનમાં છે. તેમની તબિયતથી ભાજપના ચૂંટણી પ્રચાર પર કોઈ અસર પડી નથી. મુખ્યમંત્રીના બદલે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની રાજકોટમાં પ્રચાર કરશે તેવી જાહેરાત કરાઈ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના પોઝિટિવ આવતા તેમના તમામ કાર્યક્રમ રદ થયા છે.
તો આજે સ્મૃતિ ઈરાની મુખ્યમંત્રીના હોમટાઉન રાજકોટમાં ૨ સભામાં હાજરી આપશે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પાંચ જગ્યાએ સભાને સંબોધશે. રાજકોટમા વોર્ડ નંબર ૧૩ અને ૧૪ માં સ્મૃતિ ઈરાનીની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્મૃતિ ઈરાની વોર્ડ નંબર ૭ માં લોક સંપર્ક માટે ઘરે ઘરે જશે અને મતદારોને મળશે. ભાજપના સ્ટાર પ્રચારકો આજે ગુજરાતભરમાં ઝંઝાવતી પ્રચાર કરશે. ત્યારે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની વડોદરામાં આજે ૨ સભાનું આયોજન કરાયું છે. તો કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાની ખેડા અને અમદાવદામાં જાહેરસભા યોજાનાર છે.
મુખ્યમંત્રી રૂપાણીની તબિયત બગડતા તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જોકે, હાલ તેમની તબિયત સ્થિર છે. તેમણે સોશિયલ મીડિયા પર પોતાના સંપર્કમાં આવનાર લોકોને કોરોના ટેસ્ટ કરાવવાની સલાહ આપી છે. મુખ્યમંત્રીના સંપર્કમાં આવેલા સંગઠનમંત્રી ભીખુ દલસાણિયા અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ કોરોનાગ્રસ્ત થયા છે. મુખ્યમંત્રીના ઁછ શૈલેષ માંડલિયાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

Related posts

ઉમરેઠમાં પોસ્ટલ બેલેટને લઇ થઇ ભાંજગઢ

Charotar Sandesh

કડાણા ડેમમાંથી પાણી છોડાતા ૧૨૭થી વધુ ગામોમાં એલર્ટ જાહેર…

Charotar Sandesh

આજે દેશભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન : ગાંધીનગર ખાતે ગુજરાત કોંગ્રેસના દેખાવો…

Charotar Sandesh