મુંબઈ : જેક્લિન ફર્નાન્ડિઝ હાલ જે ઘરમાં રહે છે તેના ભાડાને લઈને તે હેડલાઈન્સમાં છે. આ ઘર કોઈ બીજાનું નહીં પરંતુ બોલિવૂડને ખ્યાતનામ અભિનેત્રી પ્રિયંકા ચોપડાનું છે. વર્ક કમિટમેંટના કરણે તે ઓક્ટોબર ૨૦૨૦માં પ્રિયંકા ચોપડાના એક ફ્લેટમાં શિફ્ટ થઈ હતી. જેના માટે તે ભાડા પેટે મોટી રકમ ચૂકવી રહી છે.
ખબર છે કે આ એપાર્ટમેન્ટ તેમણે ૩ વર્ષ માટે ભાડે લીધો છે. હવે આ રેંટના એપાર્ટમેન્ટને લઈને એક ચોંકાવનારી ખબર સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, જેક્લીન આ એપાર્ટમેન્ટ માટે દર મહિને પ્રિયંકાને ૬.૭૮ લાખ રૂપિયા ભાડુ આપી રહી છે. હકીકતમાં પ્રિયંકાનો આ એપાર્ટમેન્ટ જુહૂના એક પ્રાઈમ લોકેશન પર છે. અને અહીં મળતી ખાસ સુવિધાઓને કારણે આ એપાર્ટમેન્ટનું ભાડુ આટલુ મોંઘુ છે. રિપોર્ટ અનુસાર, જેક્લીન જુહૂના કર્મ યોગ સીએચએસ બિલ્ડિંગના ચોથા અને પાંચમાં ફ્લોર પર રહે છે.
અને અહીં તે ૩ ઓક્ટોબર ૨૦૨૦ના શિફ્ટ થઈ છે. રેંટના આધારે હિસાબ લગાડવામાં આવે તો જેક્લીન ત્રણ વર્ષમાં પ્રિયંકા ચોપડાને ૨ કરોડ ૪૪ લાખ ૪ હજાર રૂપિયા ભાડા પેટે આપવાની છે. જો કે, ૩ વર્ષ બાદ જેક્લીન આ એપાર્ટમેન્ટમાં રહે છે કે નહીં એ તો આવનારો સમય જ બતાવશે. પરંતુ જેક્લીન ભાડાને લઈને હાલ હેડલાઈન્સમાં આવી ગઈ છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો હાલ જેક્લીન પોતાની ફિલ્મ બચ્ચન પાંડેની શૂટિંગમાં વ્યસ્ત છે. જેનું શૂટિંગ રાજસ્થાનમાં થઈ રહ્યું છે. આ સાથે જ તે ફિલ્મ સર્કસનું શૂટિંગ પણ કરી રહી છે. હાલ તે પોતાની ફિલ્મ ભૂત પોલીસ અને સર્કસને લઈને ચર્ચામાં છે.