Charotar Sandesh
સ્પોર્ટ્સ

આઇપીએલના ઇતિહાસમાં પ્રથમવાર શ્રીલંકાના ખેલાડીઓ રમતા જોવા નહિ મળે…

કોલંબો : આઈપીએલના ઈતિહાસમાં એવુ પહેલવાર હશે જ્યારે શ્રીલંકાનો કોઈ ખેલાડી રમતો જોવા નહીં મળે. આ વર્ષે મિનિ ઓક્શનમાં શ્રીલંકાના ૯ ખેલાડીઓ સામેલ હતા. પરંતુ કોઈ પણ ફ્રેન્ચાઈસીએ તેમને ખરીદ્યા નથી. જેને લઈને શ્રીલંકાના પૂર્વ ખેલાડી અને આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સના કોચ જયવર્ધને નિરાશ છે. તેમણે કહ્યું કે કોઈ પણ ફ્રેન્ચાઈસીએ શ્રીલંકાના ખેલાડીને ન ખરીદ્યા તે ખુબ આઘાત જનક છે.
મુંબઈના કોચે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, આ શ્રીલકાના ખેલાડીઓ માટે પણ એક શીખ છે. જો તેમણે આઈપીએલ (IPL)માં રમવું હોય તો તેમણે પોતાની રમતને સુધારવી પડશે. તેમણે કહ્યું કે શ્રીલંકાના કેટલાક ખેલાડી જરૂર ફ્રેન્ચાઈસીની નજરમાં હતા, પરંતુ અહિયા સ્પર્ધા બહુ વધુ છે. આ વર્ષે ઓવરસીજ ખેલાડીઓ માટે બહુ વધારે ખાલી સ્લોટ નહોતા. મોટાભાગની ટીમો પાસે ફાસ્ટ બોલર અને ઓલરાઉન્ડર્સની જગ્યા ખાલી હતી. મને લાગે છે કે શ્રીલંકાના ખેલાડીઓ અહિયા ઘા ખાઈ ગયા.
શ્રીલંકાના પૂર્વ કેપ્ટનને આશા છે કે આવનારા સમયમાં યુવા ખેલાડી આ સ્થિતિને બદલશે, પરંતુ ત્યા સુધી આજ હકિકત છે. જો ભવિષ્યમાં શ્રીલંકાના ખેલાડીઓએ IPL રમવું હશે તો પોતાની જાતને ઓલરાઉન્ડર તરીકે સાબિત કરવા પડશે.

Related posts

સચિન-યુવરાજ સિંહે ગોલ્ફ રમતી તસ્વીરો શેર કરી…

Charotar Sandesh

વર્લ્ડ કપ માટે વેસ્ટ ઇન્ડીઝે જાહેર કરી ટીમ, જાણો ગેલ-રસલને સ્થાન મળ્યું કે નહીં

Charotar Sandesh

ફ્યુચર ગ્રૃપે આઈપીએલ એસોસિયેટ સેન્ટ્રલ સ્પોન્સરશિપથી છેડો ફાડવાનો કર્યો નિર્ણય…

Charotar Sandesh