Charotar Sandesh
ઈન્ડિયા

ડૉક્ટરી એક સન્માનજનક વ્યવસાય, કોરોના બાદ તેમના પ્રત્યેનું સન્માન વધ્યું : વડાપ્રધાન મોદી

વડાપ્રધાને તમિલનાડુના ડો.એમજીઆર મેડિકલ યુનિ.માં દીક્ષાંત સમારોહમાં સંબોધન કર્યું…

ન્યુ દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા તામિલનાડુના ડો. એમ.જી.આર. મેડિકલ યુનિવર્સિટીના ૩૩માં દીક્ષાંત સમારોહમાં જોડાયા હતા. આ યુનિવર્સિટીનું નામ તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને એમજીઆરના નામથી પ્રખ્યાત એમજી રામાચંદ્રનના નામે રાખવામા આવ્યું છે.
આ દરમિયાન મોદીએ કહ્યું હતું કે એમજીઆરનું શાસન ગરીબો પ્રત્યે દયાથી ભરેલું હતું. હેલ્થકેયર, એજયુકેશન અને મહિલા સશક્તિકરણ તેમના પસંદગીના વિષય હતા. થોડા વર્ષો પહેલા હું શ્રીલંકા ગયો હતો, ત્યાં એમજીઆરનો જન્મ થયો હતો. ત્યાં આરોગ્ય ક્ષેત્રમાં શ્રીલંકાના તમિલ માટે કામ કરવા માટે ભારતને સન્માનીત કરવામાં આવ્યું. શ્રીલંકામાં ડિક ઓયામાં હોસ્પિટલનું ઉદ્દઘાટન સમારોહને ક્યારેય નહીં ભુલી શકાય. આ હોસ્પિટલ અનેક લોકોને મદદ કરશે. હેલ્થકેયર ફિલ્ડમાં તમિલ સમુદાય માટે કરવામાં આવેલા આ કાર્યોથી એમજીઆરને ખુશી થશે.
૧૫ દિવસની અંદર આ ત્રીજી વખત છે જ્યારે વડાપ્રધાન સીધા જ તામિલાનાડુના લોકો સાથે જોડાયા છે. આ પહેલા ગુરુવારે પણ તેઓ તામિલનાડુના પ્રવાસે હતા. અહીં તેમણે ૧૨,૪૦૦ કરોડ રૂપિયાના પ્રોજેકટને લીલી ઝંડી આપી હતી. તામિલનાડુમાં આ જ વર્ષે ચૂંટણી યોજાવાની છે.
દીક્ષાંત સમારોહમાં કુલ ૧૭ હજાર ૫૯૧ વિદ્યાર્થીઓને ડિગ્રી અને ડિપ્લોમા સર્ટિ આપવામાં આવ્યા હતા. આ દરમિયાન તામિલનાડુના રાજયપાલ બનાવારીલાલ પુરોહિત પણ ઉપસ્થિત રહ્યા હતા. આ યુનિવર્સિટીનું નામ તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી ડો. એમ.જી. રામચંદ્રનના નામે રાખવામા આવ્યું છે. તેનાથી કુલ ૬૮૬ કોલેજ જોડાયેલી છે. આ કોલેજોમાં મેડિકલ, ડેન્ટલ, નર્સિંગ, આયુર્વેદ, ફિઝિયોથેરાપીના અનેક કોર્સ ચાલે છે.
જમ્મુ કાશ્મીરમાં ગુલમર્ગમાં રમો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ-૨૦૨૧ની આયોજન કરવામાં આવ્યું છે. વીડિયો કોન્ફરન્સ દ્વારા શુક્રવારે તેની શરૂઆત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ખેલાડીઓ માટે ઘણું બધુ કરવામાં આવી રહ્યું છે. ટેલેંતની ઓળખથી લઈને ટીમ સિલેકશન સુધી ટ્રાન્સપેરેન્સી સરકારની પ્રાથમિકતા છે. જે ખેલાડીઓએ જીંદગીભર દેશનું માન૦સન્માન વધાર્યું, તેનો ફાયદો તેમણે મળે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.
તેમણે વધુમાં કહ્યું હતુ કે નવી શિક્ષણ નીતિમાં સ્પોટ્‌ર્સને ખૂબ જ મહત્વ આપવામાં આવી રહ્યું છે. સ્પોટ્‌ર્સની ટ્રેનિંગ પણ બાળકોના અભ્યાસમાં સામેલ થશે. દેશમાં સ્પોટ્‌ર્સના ઇન્સ્ટીટ્યુટ અને યુનિવર્સિટી બનાવવામાં આવશે. સ્પોટ્‌ર્સ સાયન્સને અમે સ્કિલ સુધી કેવી રીતે લઈ જવાય, તે હવે વિચારવાનો વિષય છે. તે યુવાઓને કારકિર્દી વિકલ્પ તો આપશે જ, દેશની ઇકોનોમિને પણ વધારશે. આપ જો મેદાનમાં કમાલ કરો છો, તેનાથી દુનિયામાં તમને ઓળખ મળે છે.

Related posts

ઇસરોએ જાહેર કરી ચંદ્રયાન-૨ મિશનની પ્રથમ તસ્વીર : ૯થી ૧૬ જુલાઇ વચ્ચે લોન્ચિંગ થશે…

Charotar Sandesh

યસ બેન્કમાં તમામ થાપણદારોના પૈસા સુરક્ષિતઃ નાણાંમંત્રીની હૈયાધારણા

Charotar Sandesh

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટિ્‌વટર પર ૭ કરોડ ફોલોઅર્સ : દુનિયાના સૌથી લોકપ્રિય નેતા બન્યા

Charotar Sandesh