Charotar Sandesh
વર્લ્ડ

મેલબર્નના એક કપલે ૪૦,૦૦૦ ફૂટ ઉંચાઈ પર લગ્ન કર્યા…

મેલબર્ન : મેલબર્ન કપલ Elaine Tiong અને Luke Serdar સાબિત કર્યુ કે મન હોય તો માળવે જવાય. કેમ કે હાલ કોરોનાના કારણે ઓસ્ટ્રેલિયામાં પણ આકરા પ્રતિબંધો છે. જોકે આ કપલે નક્કી કર્યુ હતું કે તેમના લગ્ન યુનિક હોવા જોઈએ. ગયા વર્ષે તેમણે લગ્નનો વિચાર કર્યો હતો પરંતુ કોરોનાના કારણે તે શક્ય બની શક્યું ન હતું. પરંતુ આ વર્ષે તેમણે લગ્ન માટે વર્જિન ઓસ્ટ્રેલિયાની ફ્લાઈટ બુક કરી અને સિડની જતાં ૪૦,૦૦૦ ફૂટની ઉંચાઈએ લગ્ન કર્યા.
Elaine Tiong અને Luke Serdarએ ૧૫૦ સંબંધીઓની વચ્ચે લગ્ન કરવાની લીલી ઝંડી આપી. અને વર્જિન ઓસ્ટ્રેલિયાની વીએ૪૮૧ ફ્લાઈટ જે મેલબર્નથી સિડની વચ્ચે ઉડાન ભરે છે. તેમાં ૪૦,૦૦૦ ફૂટની ઉંચાઈએ લગ્નના તાંતણે બંધાઈ ગયા અને એક યુનિક લગ્નની મિસાલ પૂરી પાડી. પહેલાં તેમનો આઈડિયા ૧૪ ફેબ્રુઆરીના રોજ લગ્ન કરવાનો હતો, પરંતુ ત્યારે વિક્ટોરિયા શહેરમાં ૫ દિવસા લોકડાઉનના કારણે તેમણે લગ્ન પોસ્ટપૉન કરવા પડ્યા.
જોકે કોવિડ-૧૯ની ગાઈડલાઈન પ્રમાણે નવયુગલને ફ્લાઈટમાં કિસ કરવાની મંજૂરી નહોતી મળી. ફ્લાઈટમાં તેમણે માસ્ક લગાવીને જ રાખ્યો હતો. સિડની પહોંચ્યા બાદ તેમણે માસ્ક ઉતાર્યો અને ફોટોશૂટ કરાવ્યું. હાલ તો આ લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. અને Elaine Tiong અને Luke Serdarએ ઓસ્ટ્રેલિયામાં એક યૂનિક લગ્નનો કન્સેપ્ટ ઉભો કરી દીધો છે.

Related posts

ટ્રમ્પની ભારત મુલાકાત મુદ્દે પાક.માં ખળભળાટ, ઇમરાન બોલ્યોઃ ’અહીં પણ આવજો’

Charotar Sandesh

વિશ્વભરમાં કોરોનાનો આતંક : મૃત્યુઆંક ૮,૦૦૦ને પાર…

Charotar Sandesh

ઉત્તર કોરિયાએ બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું : જાપાન ભડક્યું…

Charotar Sandesh