Charotar Sandesh
બોલિવૂડ

સની લિયોનીએ પોર્ન ફિલ્મોમાં કામ કરવાને લઇ કર્યો મોટો ખુલાસો…

મુંબઈ : બોલિવુડ અભિનેત્રી સની લિયોનીએ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પોતાની કેરિયરની શરૂઆત વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસથી કરી હતી. સની લિયોની પોતાના ક્યુટ અંદાજ અને બબલી નેચરના લીધે બિગ બોસમાં ખૂબ લોકપ્રિય રહી. શોની શરૂઆતમાં કંટેસ્ટેંટસને વાતની માહિતી નહોતી કે સની લિયોની કોણ છે અને તેનું પ્રોફેશનલ બેકગ્રાઉન્ડ શું છે. શોમાં એક ટાસ્ક દરમ્યાન સનીએ એ વાતનો ખુલાસો કર્યો હતો કે તેઓ એડલ્ટ ફિલ્મોની અભિનેત્રી છે. ત્યારબાદથી અભિનેત્રીએ કયારેય પાછું ફરીને જોયું નથી.
તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં સની લિયોનીએ કહ્યું હતું કે તેમની કેવી રીતે મુલાકાત થઇ અને કેવી રીતે ડેનિયલ વીબર અને સનીના અન્ય પોર્ન સ્ટાર્સની સાથે એડલ્ટ ફિલ્મો શુટ કરવાને લઇ અસહજ મહેસૂસ કરતાં હતા. તેમના પતિ ડેનિયલને તેમનું આ રીતે કામ કરવાનું ખૂબ જ પસંદ નહોતું. સનીએ કહ્યું કે તે મને સમજતા હતા અને મારા માટે ખૂબ સપોર્ટિવ હતા. એટલે સુધી કે મને અન્ય પુરુષોની સાથે પોર્ન ફિલ્મોમાં કામ કરતાં જોઇ અસહજ મહેસૂસ કરતા હતા. તેઓ મારા આ કામથી ખુશ નહોતા. ત્યારબાદ તેમણે મારી સાથે કામ કરવાનું શરૂ કર્યું અને અમે અમારી પોતાની કંપની શરૂ કરી.
સની લિયોની અને પોતાના પતિની મુલાકાત અંગે કહ્યું કે અમારી મુલાકાત વેગાસની એક કલબમાં ડેનિયલની એક બેંડ મેટ દ્વારા થઇ હતી. તેઓ (ડેનિયલ) કહે છે કે તેમને પહેલી નજરે જ મારી સાથે પ્રેમ થઇ ગયો હતો. જો કે મારી સાથ આવું થયું નહોતું કારણ કે અમે થોડીઘણી જ વાતો કરી હતી. સનીએ કહ્યું કે કેવી રીતે ડેનિયલે તેનો કોન્ટેક્ટ નંબર અને ઇમેલ આઇડી કઢાવી લીધું હતું. સનીએ કહ્યું કે નંબર હોવા છતાંય ડેનિયલ મને ઇ-મેલ કરતા હતા. ફિલ્મો હોય કે રિયાલિટી શો સની લિયોની પોતાના કિલર ડાન્સ મુવ્સ અને અંદાજ-એ-બયાંના લીધે ખૂબ ઝડપથી હિટ થઇ ગઇ. બિગ બોસ ૫ બાદ સની લિયોનીએ કેટલાંય મ્યુઝિક વીડિયો અને ફિલ્મોમાં કામ કર્યું.

Related posts

અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકે માટે કોહલીએ પાઠવી શુભેચ્છા…

Charotar Sandesh

‘દબંગ-૩’ ૨૦ ડિસેમ્બરે હિન્દી, કન્નડ, તમિળ અને તેલુગુમાં રિલીઝ થશે…

Charotar Sandesh

આખરે અમિતાભ બચ્ચને સુશાંત સિંહ રાજપૂતના નિધન પર મૌન તોડ્યું…

Charotar Sandesh