Charotar Sandesh
ઈન્ડિયા

ઇસરોએ શ્રીહરિકોટાથી સાઉન્ડિંગ રોકેટનું સફળ લોન્ચિંગ કર્યું…

હવાના ફેરફાર સાથે જોડાયેલા અભ્યાસમાં મળશે મદદ…

શ્રીહરિકોટા : રતીય અવકાશ સંશોધન કેન્દ્ર (ઈસરો)એ શ્રીહરિકોટા પરીક્ષણ કેન્દ્ર ખાતેથી પોતાનું સાઉન્ડિંગ રોકેટ લોન્ચ કર્યું હતું. આ રોકેટ હવામાં વ્યવહારિક ફેરફાર અને પ્લાઝ્‌મા ગતિશીલતા પર અભ્યાસની દિશામાં નવા પરિમાણ સ્થાપિત કરશે. ઈસરોએ શુક્રવારે રાતે પોતાના સત્તાવાર એકાઉન્ટ પરથી ટ્‌વીટ કરીને તેની જાણકારી આપી હતી.
ઈસરોના સાઉન્ડિંગ રોકેટની મદદથી વાયુમંડળમાં ઉપસ્થિત તટસ્થ હવાઓમાં ઉંચાઈ પર થનારા ફેરફારો અને પ્લાઝ્‌માની ગતિશીલતાનો અભ્યાસ કરવામાં આવશે.
ઈસરોએ રોકેટ લોન્ચિંગની તસવીરો શેર કરીને લખ્યું હતું કે, ’શ્રીહરિકોટા રેન્જ ખાતે આજે ન્યૂટ્રલ વિન્ડ અને પ્લાઝ્‌મા ડાયનામિક્સમાં એટિટ્યુડિનલ વેરિએશનનો અભ્યાસ કરવા માટે સાઉન્ડિંગ રોકેટ લોન્ચ કરવામાં આવ્યું.

Related posts

વિપક્ષી સભ્યોએ ભારે હોબાળો કરતા લોકસભાની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત

Charotar Sandesh

દિલ્હીમાં કોરોના સંક્રમણની ત્રીજી લહેર આવી ચૂકી છેઃ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન

Charotar Sandesh

સંકટ સમયમાં અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને લંબાવ્યો ભારતને મદદનો હાથ, ચીનની પણ તૈયારી…

Charotar Sandesh