Charotar Sandesh
બોલિવૂડ

અક્ષયકુમારે સીએમ યોગી આદિત્યનાથ સાથે કરી મુલાકાત, ફિલ્મ ‘રામ સેતુ’નું શૂટિંગ અયોધ્યામાં થશે…

લખનઉ : અભિનેતા અક્ષય કુમારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. અભિનેતા અક્ષય કુમારા રામ સેતુ ફિલ્મનું શૂટિંગ કરવા માટે ઉત્તરપ્રદેશ આવ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ અયોધ્યામાં થશે. આ દરમિયાન અક્ષય કુમારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. રામ સેતુ ફિલ્મનું નિર્દેશન ’પરમાણુ’ અને ’તેરે બિન લાદેન’થી ચર્ચામાં આવેલા અભિષેક શર્મા કરી રહ્યા છે.
અભિનેતા અક્ષય કુમારે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ અને નુસરત ભરુચા સાથે રામ સેતુ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. અયોધ્યામાં પણ ફિલ્મનું શૂટિંગ થશે. આ ફિલ્મનું નિર્દેશન ’પરમાણુ’ અને ’તેરે બિન લાદેન’થી ચર્ચામાં આવેલા અભિષેક શર્મા કરી રહ્યા છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર ફિલ્મના પુરાતત્વવિદ્‌ ભૂમિકામાં છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થાય તે પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળવા અભિનેતા અક્ષય કુમાર લખનઉ પહોંચ્યા છે.
આ ફિલ્મમાં અભિનેતા અક્ષય કુમાર પુરાતત્વવિદ્‌ ભૂમિકામાં છે. તેની વચ્ચે અભિનેતા અક્ષય કુમારે ઈન્સ્ટાગ્રામ પર પણ પોતાના સાથી કલાકારો સાથે એક તસવીર પોસ્ટ કરી હતી. આ તસવીરમાં અક્ષય કુમારે લખ્યું હતું, એક વિશેષ ફિલ્મ, વિશેષ શરૂઆત. મહૂર્ત શૂટ કરવા માટે રામ સેતુની ટીમ અયોધ્યા જવા રવાના. આ સાથે જ યાત્રા શરૂ. આપ તમામ લોકો પાસે વિશેષ શુભકામનાઓની જરૂર.

Related posts

કાર્તિક આર્યનના સમર્થનમાં આવ્યા ડાયરેક્ટર અનુભવ સિન્હા…

Charotar Sandesh

સત્યઘટના પર આધારિત ફિલ્મ ’ભૂજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયાનો ફર્સ્ટ લૂક રિલીઝ

Charotar Sandesh

સાઉથના સુપર સ્ટાર ધનુષની નવી ફિલ્મ ’જગમે થાંદિરામ’ ૧૮ જૂને ૧૯૦ દેશોમાં ૧૭ ભાષામાં રિલીઝ થશે…

Charotar Sandesh