Charotar Sandesh
ઈન્ડિયા

ભાજપે ૨૨ માર્ચે તમામ સાંસદોને લોકસભામાં હાજર રહેવા વ્હીપ જાહેર કર્યું…

સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડિંગ માટે નવી બેંક બનાવવા બિલ લાવે તેવી શક્યતા…

ન્યુ દિલ્હી : ભારતીય જનતા પાર્ટીએ પોતાના લોકસભા સાંસદો માટે ૨૨ માર્ચ માટે વ્હીપ જાહેર કરી છે. સૂત્રોનું કહેવું છે કે સરકાર હાલ ઇંફ્રાસ્ટ્રક્ચર ફંડિંગ માટે નવી બેંક બનાવવા સાથે સંકળાયેલ બિલ લાવી શકે છે. આ ઉપરાંત બે અન્ય બિલ લાવવાની તૈયારી છે.
રાકેશ સિંહ દ્રારા જાહેર ત્રણ લાઇનના વ્હીપમાં કહેવામાં આવ્યું છે કે ’૨૨ માર્ચના રોજ લોકસભામાં કેટલાક અતિ મહત્વપૂર્ણ બિલ પર ચર્ચા તથા મંજૂર કરવા માટે લાવવામાં આવશે. એવામાં પાર્ટીના તમામ લોકસભા સાંસદોને નિવેદન છે કે ૨૨ માર્ચના રોજ આખો દિવસ સદનમાં અનિવાર્ય રૂપથી હાજર રહીને સરકારના પક્ષમાં મતદાન કરે.
તમને જણાવી દઇએ કે કેંદ્રીય કેબિનેટે ડેવલોપમેંટ ફાઇનાન્સ ઇંસ્ટિટ્યૂશન સાથે જોડાયેલા ખરડાને મંજૂરી આપી છે. નેશનલ બેંકની માફક કામ કરનાર આ ઇંસ્ટિટ્યૂશન મોટા ઇંફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્‌સની ફંડિંગ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં એવી બેંક બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી જે ઇંફ્રાસ્ટ્રક્ચર ફંડિંગ કરશે, સરકાર હવે આ બેંકો માટે બિલ લાવી શકે છે.
બીજી તરફ શનિવારે લોકસભામાં ભાજપના એક સાંસદે વધતી જતી વસ્તીને દેશ સમક્ષ ગંભીર સંકટ ગણાવતા કેંદ્ર સરકાર વસ્તી નિયંત્રણ કાનૂન બનાવવાની માંગ કરી છે. શૂન્યકાળ દરમિયાન આ મુદ્દાને ઉઠાવતાં ભાજપ સાંસદ સંજય સેઠએ કહ્યું કે દેશમાં વધતી જતી વસ્તી મોટું સંકટ છે, એવામાં સરકારને દેશમાં જનસંખ્યા કંટ્રોલ કાનૂન લાવવો જોઇએ. તેમણે કહ્યું કે બે બાળકોના માપદંડને લાગૂ કરવો જોઇએ. તેનું ઉલ્લંઘન કરનારને સરકારી સુવિધાઓ મળશે નહી અને ચૂંટણી લડી શકશે નહી. એવી જોગવાઇ કરવી જોઇએ.

Related posts

હોળી પહેલાં લોકોને રાહત : રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં ૫૩ રૂ.નો ઘટાડો…

Charotar Sandesh

મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ : નાગપુરમાં લૉકડાઉન જાહેર…

Charotar Sandesh

સરકાર માટે ખુશખબર : જાન્યુઆરીમાં રેકોર્ડ ૧.૨૦ લાખ કરોડનું GST કલેક્શન થયું…

Charotar Sandesh