Charotar Sandesh
મધ્ય ગુજરાત

વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ કોરોના પોઝિટિવ…

વડોદરા : વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ પણ કોરોના સંક્રમિત થયા છે. ભાજપના વડોદરાથી લોકસભા સાંસદ રંજનબેન ભટ્ટે ટ્‌વીટ કરીને પોતે કોરોના સંક્રમિત હોવાની માહિતી આપી હતી. મહત્વનું છે કે, સીએમ રૂપાણી કોરોના સંક્રમિત થયા ત્યારે ભાજપના અને નેતાઓ સહીત સાંસદ રંજન ભટ્ટએ પણ પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જોકે તે સમયે તેમના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
સાંસદ રંજનબેન ભટ્ટે ટ્‌વીટ કરતા લખ્યું હતું કે તેમને કોરોના વાયરસના પ્રાથમિક લક્ષણો જણાતા તેમણે કોરોનાનો આરટી-પીસીઆરનો રિપોર્ટ કરાવ્યો હતો. જે આજે પોઝિટિવ આવ્યો છે. તેમણે આગળ લખ્યું હતું કે સાવચેતીના ભાગરૂપે હોસ્પિટલમાં દાખલ થયેલ છે. સાથે જ તેમણે ગત દિવસોમાં તેમના સંપર્કમાં આવેલ તમામ લોકોને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી હતી.

Related posts

ન્યુજર્સીમાં MS યુનિ.ના પૂર્વ પ્રોફેસરનું કોરોનાથી મોત, પુત્ર-પુત્રવધૂ પણ સંક્રમિત…

Charotar Sandesh

કેતન ઇનામદારના ટેકામાં સાવલી ન.પા. અને તા.પં. સહિત ૩૦૦થી વધુ હોદ્દેદારોએ રાજીનામા આપ્યા…

Charotar Sandesh

વડોદરામાં જાહેરમાં થૂંકવા બદલ ૩૧ લોકો પાસેથી ૮૧૦૦૦ દંડ વસૂલાયો…

Charotar Sandesh