Charotar Sandesh
ગુજરાત

દ્વારકા બાદ વિરપુર જલારામ બાપા મંદિર પણ હોળીના તહેવારોમાં બંધ રહેશે…

વિરપુર : ગુજરાતમાં કોરોનાના કેસો અંકુશમાં નહીં આવતા દ્વારકા મંદિર બાદ વિરપુરનું પ્રસિદ્ધ જલારામ બાપા મંદિર પણ દિવાળીના તહેવારોમાં બંધ રાખવાનો નિર્ણય લેેવાયો છે. કોરોનાનો કેર વધવાની સાથે સરકાર ગાઇડલાઇનનું કડક પાલન કરાવવાની કોશીશ કરી રહી છે. આ મહિને હોળી પણ છે. ત્યારે હોળી-ધુળેટીના પવિત્ર દિવસોમાં લોકો મોટી સંખ્યામાં મંદિરે જતા હોય છે. જેના કારણે દ્વારકા મંદિર બાદ વિરપુરનું જલારામ બાપાનું મંદિર પણ ચાર દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. દ્વારકા મંદિર ૨૭થી ૨૯ માર્ચ સુધી બંધ રહેશે.
વિશ્વ વિખ્યાત પૂજ્ય જલારામ બાપાનું મંદિર ૨૭થી ૩૦મી માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. કોરોના સંક્રમણ વધે નહીં તે માટે હોળી-ધુળેટીના તહેવારને કારણે વીરપુર જલારામ મંદિર શનિ, રવિ, સોમ અને મંગળ એમ ચાર દિવસ ભાવિકો માટે બંધ રહોશે.
અગાઉ દ્વારકા મંદિરના સંચાલક, જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સાથે પરામર્શ કરી મંદિર ફુલડોલોત્સવ દરમ્યાન મંદિરમાં પ્રવેશ બંધ રાખવાનો નિર્ણય લીધો. નોંધનીય છે કે ૨૮મી તારીખે હોળીનો પવિત્ર પર્વ છે. જેના કારણે ફુલડોલોત્સવની ઉજવણીમાં ભાગ લેવા મોટી સંખ્યામાં ભક્તો દ્વારકા આવતા હોય છે. પરંતુ કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો.

Related posts

રાજ્યના ૨૫ જિલ્લામાં મેઘ મહેર યથાવત, ૯૭ તાલુકામાં સાત ઇંચ સુધીનો વરસાદ

Charotar Sandesh

વડોદરા સામૂહિક દુષ્કર્મ : આરોપીઓની માહિતી આપનારને ૧ લાખનું ઇનામ…

Charotar Sandesh

રાહુલ ગાંધીના નેતૃત્વમાં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનશે : અમિત ચાવડા

Charotar Sandesh