Charotar Sandesh
સ્પોર્ટ્સ

પહેલી વન-ડેમાં રોહિતને કોણીમાં અને ઐયરને ડાબા ખભામાં થઇ ઇજા…

ઇંગ્લેન્ડ સામે બીજી વન-ડેમાં રોહિત શર્મા અને શ્રેયસ ઐયરનું રમવું શંકાસ્પદ…

પુણે : ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચની વન-ડે સિરીઝની પહેલી મેચમાં ટીમ ઇન્ડિયાને ૨ મોટા આંચકા લાગ્યા છે. સ્ટાર ઓપનર રોહિત શર્મા અને મિડલ ઓર્ડરના ખેલાડી શ્રેયસ ઐયર બંને ઈજાગ્રસ્ત થયા છે. પહેલા વન-ડેમાં ભારતની ઇનિંગ દરમ્યાન પાંચમા ઓવરમાં ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર માર્ક વુડની બોલથી રોહિતને કોણીમાં ઇજા થઇ હતી. બોલ વાગતાની સાથે જ રોહિતના હાથમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. ઇજા થવા છતાં રોહિતે મેદાન ન છોડ્યું અને સતત બેટિંગ કરતો રહ્યો. ત્યારબાદ, રોહિત શર્મા ફિલ્ડિંગ માટે નહોતો આવ્યો. રોહિત શર્મા ઉપરાંત મિડલ ઓર્ડર ખેલાડી શ્રેયસ ઐયરના ડાબા ખભામાં ફિલ્ડિંગ દરમ્યાન ઇજા થઇ હતી. જેને કારણે તેમનું આ વર્ષે આઇપીએલ રમવું પણ લગભગ અશક્ય લાગે છે. જો, વન ડે સિરીઝના બાકીની બે મેચમાં રોહિત શર્મા અને શ્રેયસ ઐયર નથી રમતા તો બંને ૨ ભારતીય ખેલાડીઓ તેમને રિપ્લેસ કરશે. જો રોહિત શર્મા ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝની બાકીને બે મેચોમાં નથી રમી શકતો તો તેમની જગ્યાએ શુભમન ગિલને ઓપનિંગ બેટ્‌સમેન તરીકે ટીમ ૧૧માં સ્થાન આપવામાં આવશે. જોકે, શુભમન ગિલનું ફોર્મ સારું નથી. છતાં ટીમ મેનેજમેન્ટ તેમને વધુ એક તક આપી શકે છે, શુભમન ગિલ ભારત માટે અત્યાર સુધી ૩ વનડે મેચ રમ્યો છે. જેમાં તેણે ૪૯ રન બનાવ્યા છે.
સુર્યકુમાર યાદવે ઇંગ્લેન્ડ સામેની ટી-૨૦ સિરીઝમાં વિસ્ફોટક બેટિંગ કરી બધાને પોતાના ફેન બનાવી લીધા હતા. શ્રેયસ ઐયર ના ન રમવા પર સુર્યકુમાર યાદવને નંબર ૪ બેટિંગ ઓર્ડર પર પ્લેઈંગ ઇલેવનમાં સ્થાન પસંદ કરવામાં આવી શકે છે. સુર્યકુમાર યાદવ પાસે મેદાનમાં ચારે બાજુ શોટ્‌સ મારવાની આવડત છે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી વનડે મેચ ૨૪ માર્ચના રોજ પુણેમાં રમાશે. ભારતે પહેલી મેચ જીતીને સિરીઝમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે. પહેલી વનડેમાં ભારતે ઇંગ્લેન્ડને ૬૬ રને હરાવ્યું હતું.

Related posts

આઈપીએલ ૨૦૨૧માં હાર્દિક પંડ્યા ટી-૨૦ વર્લ્ડ કપ નહીં રમે

Charotar Sandesh

આઇસીસી ટી-૨૦ વર્લ્ડ કપ સ્થગિત રાખવાનો નિર્ણય નથી લીધોઃ આઇસીસી

Charotar Sandesh

અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકે માટે કોહલીએ પાઠવી શુભેચ્છા…

Charotar Sandesh