Charotar Sandesh
ઈન્ડિયા

અનંતનાગમાં તમામ સરકારી ભવનો પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા આદેશ…

અનંતનાગ : દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. પીયૂષ સિંગલાએ તમામ સરકારી ભવનો પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા સર્ક્યુલર જાહેર કર્યું છે.
નિવેદન પ્રમાણે સરકારના નિર્દેશોના પાલન માટે અનંતનાગના ડેપ્યુટી કમિશનર ડૉ. પીયૂષ સિંગલાએ જિલ્લાના તમામ સરકારી ભવનો અને કાર્યાલયો પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા સર્ક્યુલર જાહેર કર્યું છે.
સર્ક્યુલરમાં તમામ જિલ્લા, ક્ષેત્રીય, તહેસીલ અને બ્લોક સ્તરના અધિકારીઓને તેઓ નિર્દેશોનું પાલન કરે અને ૧૫ દિવસની અંદર તમામ સરકારી ભવનો પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવે તે સુનિશ્ચિત કરે તેવો નિર્દેશ આપવામાં આવ્યો છે. જિલ્લા પ્રમુખોને આ મામલે દૈનિક આધાર પર પ્રગતિ રિપોર્ટ રજૂ કરવા પણ નિર્દેશ અપાયો છે.
ઉલ્લેખનીય છે કે, કલમ ૩૭૦ નાબૂદી બાદ જમ્મુ કાશ્મીરમાં હવે માત્ર ભારતનો તિરંગો જ ફરકાવવામાં આવે છે. અગાઉ જમ્મુ કાશ્મીર રાજ્યના બંધારણની કલમ ૧૪૪ અંતર્ગત લાલ રંગના એક અલગ ઝંડાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. ૭ જુલાઈ, ૧૯૫૨ના રોજ જમ્મુ કાશ્મીરની બંધારણ નિર્માતા સભાએ એક અધ્યાદેશ પાસ કરીને ૧૧ જુલાઈ, ૧૯૩૯ના ઝંડાને રાજ્યના સત્તાવાર ઝંડા તરીકે સ્વીકાર્યો હતો.

Related posts

ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ના નિર્માતાઓને PM મોદી તરફથી પ્રશંસા મળી

Charotar Sandesh

મોદી સરકારે રાજ્યો માટે ખજાનો ખોલ્યોઃ રૂ. ૬૧૯૫ કરોડની ફાળવણી…

Charotar Sandesh

લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યાં છે

Charotar Sandesh