Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત

સુરતમાં અતુલ બેકરીના માલિકની કારે ૩ વાહનોને અડફેટમાં લીધા, ૧નું મોત…

સુરત : શહેરના સૌથી પોશ વિસ્તાર એવા વેસુ એરિયામાં એક બેકાબૂ કારે ૩ એક્ટિવાને અડફેટમાં લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં એકનું મોત નીપજ્યુ છે, જ્યારે બે જણા ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ પોલીસે અકસ્માત સર્જાનારા કાર ચાલકની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વેસુ વિસ્તારમાં આવેલી જે એચ અંબાણી હાઈસ્કૂલ નજીક જીજે-૦૫-આરએમ-૧૮૬૩ નંબરની લક્ઝુરિયર કાર પૂર ઝડપે આવી રહી હતી. જેણે એક સાથે ૩ એક્ટિવા ચાલકોને અડફેટે લીધા હતા. જેમાં બેથી ત્રણ લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં એક મહિલાનું મોત નીપજ્યુ હોવાની માહિતી મળી છે.
અકસ્માત સર્જાયા બાદ આસપાસથી મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જો કે અકસ્માત સર્જાયા બાદ કાર ચાલક પોતાનું વાહન મૂકીને ભાગવા જતાં સ્થાનિકોએ તેને પકડીને પોલીસને હવાલે કર્યો હતો.
પોલીસ પૂછપરછમાં કાર ચાલકની ઓળખ સુરતની જાણીતી અતુલ બેકરીના માલિક અતુલ વેકરિયા તરીકે થઈ છે. પ્રત્યક્ષદર્શીઓનું માનવું છે કે, અકસ્માત સર્જ્યો તે સમયે અતુલ વેકરિયા નશામાં ધૂત હતા. હાલ તો પોલીસે અતુલ વેકરિયાની અટકાયત કરીને તેમના વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Related posts

ગુજરાતમાં આરોગ્યની સેવાઓ માટે ’104’ Health Helpline શરૂ કરાશે…

Charotar Sandesh

ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં બે ઓવરબ્રિજનું ઇ-લોકાર્પણ કર્યું…

Charotar Sandesh

કોરોનામાં ચિંતાજનક વધારો : ગુજરાતમાં આજે નવા ૪૨૧૩ કેસ નોંધાયા

Charotar Sandesh