Charotar Sandesh
ગુજરાત

અંતે..માહિતી ખાતા સહિતની તમામ પરીક્ષાઓ મોકૂફ રખાઈ…

ગાંધીનગર : આગામી સમયમાં આવનારી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. જેમાં આવતીકાલે લેવાનારી માહિતી નિયામક કચેરીની વિવિધ સંવર્કની ભરતી માટેની પ્રિલિમિનરી પરીક્ષા મોકૂફ રાખવામા આવી છે. તો સાથે જીપીએસસીની એપ્રિલ મહિનામાં લેવાના તમામ પરીક્ષાઓ પણ સ્થગિત કરવામાં આવી છે. કોરોનાના વધતાં જતાં સંક્રમણને પગલે એપ્રિલ મહિનામાં યોજાનારી GPSCની પરીક્ષા મોકૂફ રખાઈ છે. હવે પરીક્ષા ક્યારે યોજાશે તેની તારીખ આગામી સમયમાં જાહેર કરાશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, માહિતી નિયામક કચેરી હસ્તકની નાયબ માહિતી નિયામક (વર્ગ-૧), સહાયક માહિતી નિયામક (વર્ગ-૨) તથા સિનિયર સબ-એડિટર(વર્ગ-૩) તથા માહિતી મદદનીશ (વર્ગ-૩) – એમ વિવિધ સંવર્ગની ભરતી સંબંધિત ઓજસ પર પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેરાતો અનુક્રમે ૨/૨૦-૨૧ અને ૧/૨૦-૨૧, તારીખઃ ૨૨/૦૧/૨૦૨૧ના રોજ બહાર પાડવામાં આવી હતી. વિવિધ સંવર્ગ માટેની પ્રિલિમિનરી પરીક્ષા તા.૧૦ એપ્રિલ, ૨૦૨૧ના રોજ યોજાનાર હતી. પરંતુ કોવિડ-૧૯ના વધી રહેલા સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લેતા સાવચેતીના ભાગરૂપે આ પ્રિલિમિનરી પરીક્ષાઓ અન્ય સૂચના પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મોકૂફ રાખવામાં આવી છે. આ પરીક્ષાની નવી તારીખ અંગેની વિગતો માટે અમારી વેબસાઈટ જોતા રહેવાની ઉમેદવારોને ભલામણ કરવામાં આવે છે.

Related posts

ગુજરાતમાંથી બે મહિનામાં શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ૧૨૯થી વધુ નકલી ડૉક્ટર ઝડપાયા…

Charotar Sandesh

પૂરતા પેસેન્જર ન મળતાં ‘તેજસ’ માર્ચ સુધી દર મંગળવારે નહીં દોડે…

Charotar Sandesh

રૂપાણીએ મુખ્યમંત્રી નિવાસે ઈકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરી…

Charotar Sandesh