Charotar Sandesh
ગુજરાત

રેમડેસિવિર ઈન્જેક્શન આવ્યા ક્યાંથી? પાટીલ સામે ગુનો નોંધી ધરપકડ કરો : કોંગ્રેસ

અમદાવાદ : ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલના સુરતમાંથી રેમડેસિવિર ઈન્જેક્શનનો જથ્થાને લઈ રાજકારણ ગરમાયું છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા ભાજપ અને પ્રદેશ પ્રમુખ પાટીલ સામે આકરાં પ્રહાર કરવામાં આવી રહ્યા છે. અને રેમડેસિવિર ઈન્જેક્શનનો જથ્થો ક્યાંથી આવ્યો તેને લઈ સવાલ ઉભા કર્યા છે. તો સાથે જ અર્જુન મોઢવાડિયાએ પાટીલ સામે ગુનો નોંધી ધરપકડ કરવા માગ કરી છે.

રેમડેસિવીર ઈન્જેક્શન મુદ્દે ગુજરાતના રાજકારણમાં રમખાણ સર્જાયું છે. ઈન્જેક્શન મુદ્દે ભાજપ સામે કોંગ્રેસ દ્વારા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. અમિત ચાવડાએ કહ્યું કે, ભાજપ પાસે ઈન્જેક્શન ક્યાંથી આવ્યા, તપાસના આદેશ આપવાથી કશું થવાનું નથી તેવું ચાવડાએ જણાવ્યું હતું. આ ઉપરાંત ચાવડાએ કહ્યું કે પ્રજા ઈન્જેક્શન માટે વલખાં મારી રહી છે, ઈન્જેક્શનની કાળાબજારી થાય છે. બેડ ખાલી નથી અને સરકાર માત્ર વાતો કરે છે તેવો આરોપ ચાવડાએ લગાવ્યો હતો.

  • કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાએ પાટીલ સામે ગુનો દાખલ કરી ધરપકડ કરવા અને કાયદાકીય પગલાં લેવા માગ કરી છે…

કોરોનાની મહામારીને લઈને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અર્જુન મોઢવાડીયાએ પત્રકાર પરિષદને યોજીને જણાવ્યું હતું કે, રેમડેસિવિર ઈન્જેક્શન હોસ્પિટલમાં અને મેડિકલમાં મળતા નથી. પરંતુ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ પાસે આ ઇન્જેક્શન જથ્થો કેવી રીતે પહોંચ્યો. આ સાથે મોઢવાડિયાએ સી.આર.પાટીલ પર આકરાં પ્રહાર કરતાં કહ્યું કે ગેરકાયદેસર અને ગેરબંધારણીય રીતે ભાજપ પ્રમુખ CR પાટીલ અને મેયર પાસે ઈન્જેક્શનનો જથ્થો કેવી રીતે પહોંચ્યો. મોઢવાડિયાએ પાટીલ સામે ગુનો દાખલ કરી ધરપકડ કરવા અને કાયદાકીય પગલાં લેવા માગ કરી છે. આ ઉપરાંત મોઢવાડિયાએ કહ્યું કે, યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોર્ટનો સહારો લઈશું.
ભાજપ કાર્યાલય પરથી રેમડીસીવીર ઇન્જેક્શનના વેચાણ કરવા અંગે કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ સરકાર અને ભાજપ પર આક્ષેપો કરતાં કહ્યું કે ભાજપે રસીકરણનું રાજકીયકરણ કર્યું છે. રેમડેસિવિરનાં બેફામ કાળાબજાર સામે વ્યવસ્થા ના કરી. કેન્દ્રની ટીમે સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદમાં કાળા બજાર થઈ રહ્યા હોવાનું કહ્યું હતું. ઝાયડ્‌સ હોસ્પિટલથી ૮૦૦માં ઈન્જેકસનની વ્યવસ્થામાં મદદ કરવાની જરૂર હતી. સરકારે ઇન્જેક્શનની વ્યવસ્થાને તોડવાનું કામ કર્યું છે. પોતાના મળતીયા ઓને કાળા બજારી કરવાની છૂટ આપવામાં આવી છે. સુરત ભાજપ ફાર્માસીસ્ટ તરીકે ઇન્જેક્શન વેચાણની પરવાનગી કોણે આપી? હોસ્પિટલની જગ્યાએ પાર્ટી કાર્યાલયથી વ્યવસ્થા ના થવી જોઈએ. ઇન્જેક્શન સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સરકારની છે. જો તમે હોસ્પિટલમાં ઇન્જેક્શનની વ્યવસ્થા ના કરી શકતા હોવ તો રાજીનામું આપો તેવી માગ પણ કરી હતી.

Related posts

બોલો… સુરતમાં રોંગ સાઇડ આવતા સાયકલ ચાલકને પોલીસે મેમો ફટકાર્યો…

Charotar Sandesh

ફટાકડાં મુદ્દે રાજ્ય સરકારે લીધો નિર્ણય, જાહેરનામું પાડ્યું બહાર…

Charotar Sandesh

ઉમરેઠમાં 65.43% મતદાન થયું

Charotar Sandesh