Charotar Sandesh
ઈન્ડિયા

દેશમાં કોરોના વિસ્ફોટ : ૨૪ કલાકમાં ૩,૪૯,૬૯૧ નવા કેસ, ૨૭૬૭ના મોત…

અનેક રાજ્યોમાં લોકડાઉન છતાં સંક્રમણ બેકાબૂ, દર ૧૦ લાખે ૧૧,૯૩૬ લોકો પોઝિટિવ…

ન્યુ દિલ્હી : દેશમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ બેકાબૂ બની રહ્યું છે અને કોરોનાના કેસમાં દરરોજ ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી દરરોજ ૩ લાખ કરતા પણ વધારે નવા કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા ૩,૪૯,૬૯૧ નવા કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત ૨,૭૬૭ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.
છેલ્લા ૨૪ કલાકમાં ૨,૧૭,૧૧૩ લોકો કોરોનાને માત આપીને સાજા પણ થયા છે. દેશમાં મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધારે કેસ સામે આવ્યા છે. ત્યાર બાદ ઉત્તર પ્રદેશ, કર્ણાટક, કેરળ અને દિલ્હી તેના પછીના ક્રમે છે. આ ૫ રાજ્યોમાંથી નવા કેસના કુલ ૫૩ ટકા કેસ નોંધાયા છે.
અગાઉ શનિવારે દેશમાં કોરોનાના રેકોર્ડ સમાન ૩,૪૬,૭૮૬ નવા કેસ સામે આવ્યા હતા અને ૨,૬૨૪ દર્દીઓના મોત થયા હતા. આ દરમિયાન ૨,૧૯,૮૩૮ દર્દીઓ સાજા પણ થયા હતા. તેના પહેલા શુક્રવારે પણ દેશમાં કોરોનાના ૩.૩૨ લાખથી વધારે નવા કેસ સામે આવ્યા હતા.
દેશમાં કોરોનાના આંકડામાં ભલે ઘણો વધારો થતો જોવા મળી રહ્યો છે, પરંતુ વસ્તીની દ્રષ્ટિએ, ભારત અત્યારે ઘણી સારી સ્થિતિમાં છે. આ કિસ્સામાં, આપણે વિશ્વમાં ૧૧૯મા ક્રમે છીએ, જ્યાં સૌથી વધુ કેસ આવી રહ્યા છે.
આંકડા પ્રમાણે ભારતમાં દર ૧૦ લાખ વસ્તીમાં ૧૧,૯૩૬ લોકો પોઝિટિવ મળી રહ્યા છે અને ૧૩૬ લોકોના મોત થઈ રહ્યા છે. આટલી જ વસ્તીમાં અમેરિકામાં ૯૮,૦૦૦, બહરીનમાં ૯૬,૦૦૦, ઇઝરાયેલમાં ૯૧,૦૦૦, ફ્રાન્સમાં ૮૩,૦૦૦, બેલ્જિયમમાં ૮૨,૦૦૦, સ્પેનમાં ૭૪,૦૦૦ અને બ્રાઝિલમાં ૬૬,૦૦૦ લોકો પોઝિટિવ મળી રહ્યા છે.
ઉત્તરપ્રદેશમાં ૩૮,૦૫૫ લોકોને સંક્રમણ લાગ્યું હતુ. ૨૩,૨૩૧ લોકો સાજા થયા અને ૨૨૩ લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૦ લાખ ૫૧ હજાર ૩૧૪ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી ૭ લાખ ૫૨ હજાર ૨૧૧ લોકો સાજા થયા છે, જ્યારે ૧૦,૯૫૯ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. જેમાં ૨ લાખ ૮૮ હજાર ૧૪૪ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
દિલ્હીમાં ૨૨,૬૯૫ લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. ૨૩,૫૭૨ લોકો સ્વસ્થ થયા અને ૩૫૭ લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં ૧૦ લાખ ૦૪ હજાર ૭૮૨ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી ૮ લાખ ૯૭ હજાર ૮૦૪ લોકો સાજા થયા છે, જ્યારે ૧૩,૮૯૮ દર્દીઓ મૃત્યુ પામ્યા છે. અહીં ૯૩,૦૮૦ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
છત્તીસગઢમાં કોરોનાના ૧૬,૭૩૧ કેસ નોંધાયા હતા. ૧૭,૦૨૯ લોકો સ્વસ્થ થયા અને ૨૧૮ લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં ૬ લાખ ૩૯ હજાર ૬૯૬ લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી ૫ લાખ ૯ હજાર ૬૨૨ લોકો સાજા થયા છે, જ્યારે ૭,૧૧૧ દર્દીઓ મૃત્યું પામ્યા છે. ૧ લાખ ૨૨ હજાર ૯૬૩ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
ગુજરાતમાં ૧૪,૦૯૭ લોકોને સંક્રમણ લાગ્યું હતુ. ૬,૪૭૯ લોકો સાજા થયા અને ૧૫૨ લોકો મૃત્યુ પામ્યા હતા. અત્યાર સુધીમાં ૪ લાખ ૮૧ હજાર ૭૩૭ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી ૩ લાખ ૬૭ હજાર ૯૭૨ લોકો સ્વસ્થ થઈ ગયા છે, જ્યારે ૬,૧૭૧ દર્દીઓ મૃત્યુ પામ્યા છે. અહીં ૧,૦૭,૫૯૪ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
મધ્યપ્રદેશમાં ૧૨,૯૧૮ લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. ૧૧,૦૯૧ લોકો સ્વસ્થ થયા અને ૧૦૪ લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં ૪ લાખ ૮૫ હજાર ૭૦૩ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી ૩ લાખ ૯૧હજાર ૨૯૯ લોકો સાજા થયા છે, જ્યારે ૫,૦૪૧ લોકો મરી ગયા છે. અહીં ૮૯,૩૬૩ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

Related posts

રિકવરીના પંથે : સતત બીજા મહિને જીએસટી કલેક્શન ૧ લાખ કરોડને પાર…

Charotar Sandesh

નાગરિકતા બિલ ૧૦૦૦ ટકા સાચું, મારો વિરોધ કરતા-કરતા કોંગ્રેસ દેશ વિરોધી થઈ : પીએમ

Charotar Sandesh

પંજાબમાં રાજકારણ ગરમાયું : પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી નવજોત સિંહ સિદ્ધુએ રાજીનામું આપ્યું

Charotar Sandesh