ન્યુ દિલ્હી : દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા ૧ કરોડ ૯૯ લાખ ૧૯ હજાર ૭૧૫ પર પહોંચી ગઈ છે. મતલબ કે આજે આ આંકડો ૨ કરોડને પાર થઈ જશે. ભારત એવો બીજો દેશ હશે જ્યાં ૨ કરોડથી વધુ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા હશે. અમેરિકામાં સૌથી વધુ ૩.૩૮ કરોડ લોકોને સંક્રમણ લાગી ચૂક્યું છે.
છેલ્લા બે દિવસથી નવા દર્દીઓની સંખ્યા ઘટી રહી છે. રવિવારે દેશમાં ૩ લાખ ૬૯ હજાર ૧૪૭ દર્દીઓ નોંધાયા છે. ૩ લાખ ૭૩૨ લોકો સાજા થયા. શુક્રવારે દેશમાં રેકોર્ડ ૪ લાખ ૨ હજાર ૧૪ લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. જે શનિવારે ઘટીને ૩ લાખ ૯૨ હજાર ૪૫૯ થયા હતા.
સૌથી વધુ મૃત્યુવાળા દેશોમાં ભારત મેક્સિકોને પાછળ છોડી ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. અહીં અત્યાર સુધીમાં ૨ લાખ ૧૮ હજાર ૯૪૫ લોકોનાં મોત થયાં છે. આ મુદ્દે અમેરિકા પ્રથમ નંબર પર છે. અહીં ૫.૯૨ લાખ અને બ્રાઝિલમાં ૪.૦૭ લાખ લોકોનાં મોત થયાં છે. ચોથા નંબર પર પહોંચેલા મેક્સિકોમાં અત્યાર સુધીમાં ૨.૧૭ લાખ લોકોનાં મૃત્યુ નોંધાયા છે.
શનિવારના પહેલીવાર કોરોના સંક્રમિતોની સંખ્યા ગત દિવસની સરખામણીએ ઓછી હતી. દેશમાં શનિવારના ૩ લાખ ૯૨ હજાર ૪૮૮ કેસ સામે આવ્યા. આ સંખ્યા એના આગલા દિવસથી ૯૫૦૦ ઓછી હતી. એક મહિનામાં આવું પહેલીવાર થયું. દેશમાં શનિવારના ૩ લાખ ૯૨ હજાર ૪૮૮ કેસ સામે આવ્યા. શુક્રવારના દેશભરમાં કોરોનાના ૪ લાખ ૧ હજાર ૯૩૩ કેસ સામે આવ્યા.
સોમવારના દિવસને છોડીને આવું પહેલીવાર હતુ જ્યારે કોરોનાના દર્દીઓની સંખ્યા ગત દિવસોથી ઓછી હતી. એપ્રિલના મહિનામાં તમામ દિવસોમાં કોરોનાની સંખ્યા વધી હતી, સોમવારને છોડીને. સોમવારને છોડીને એ કારણે કહી શકાય, કેમકે રવિવારના કારણે તે દિવસે ટેસ્ટિંગ ઓછું થાય છે. એપ્રિલની શરૂઆતથી જોઇએ તો એક લાખથી ઓછા કેસ આવવાથી દેશમાં આની શરૂઆત થઈ જે ચાર લાખ સુધી પહોંચી. મહારાષ્ટ્રના મામલે પણ આવું જોવા મળ્યું. છેલ્લા ૧૦ દિવસમાં મહારાષ્ટ્રમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.
એપ્રિલ ૨૨ના કોરોનાના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા હતા, ત્યારે સંખ્યા ૭૦ હજારની આસપાસ હતી. સતત ૨૦ દિવસ સુધી એપ્રિલ મહિનામાં કોરોના દર્દીઓની સંખ્યા ૬૦ હજારની પાર રહી. છેલ્લા ૪ દિવસથી આમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં પણ આવો જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સતત ૨ અઠવાડિયા સુધી દિલ્હીમાં કોરોના કેસ ૨૦ હજારની પાર રહ્યા. જો કે એક્ટિવ કેસ ૧ લાખથી ઓછા જ રહ્યા, એ પણ ત્યારે જ્યારે સતત ૧૦ દિવસ સુધી ૨૦ હજારથી વધારે દર્દી સામે આવી રહ્યા હતા. આ આંકડાને લઇને પણ લોકોમાં ઉત્સુક્તા છે. આ સંખ્યા ઉપર નથી જઈ રહી તેને જોઇને થોડીક રાહત છે.
મહારાષ્ટ્રમાં જે પ્રકારન નંબર ઘટ્યા છે અને આશા કરવામાં આવી રહી છે કે દિલ્હીમાં પણ કેટલાક દિવસમાં સંખ્યામાં વધારે ઘટાડો આવવાની આશા છે. મહારાષ્ટ્રમાં કેસોમાં ઘટાડાને જોતા બાકી રાજ્યોમાં આવો ઘટાડો આવશે તેવી આશા કરવામાં આવી રહી છે. જ્યારે કેસો ઓછા આવશે ત્યારે એક્ટિવ કેસની સંખ્યામાં થોડો ઘટાડો આવશે.