Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદમાં ૪ હોસ્પિટલ પાસે ફાયર NOC ન હોવાથી ફાયર વિભાગ દ્વારા અપાઇ નોટિસ

ભરૂચમાં થયેલ આગની ઘટના બાદ આણંદ ફાયર વિભાગ એક્શનમાં…

આણંદ : કોરોના મહામારીમાં ભરૂચની હોસ્પિટલમાં આગ લાગવાથી દર્દીઓ ના મોત થવાની ઘટના બન્યા બાદ આણંદ ફાયર વિભાગ હરકતમાં આવ્યું છે. આણંદ શહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર આપતી સરકારી અને ખાનગી ૧૭ હોસ્પિટલમાં આણંદ ફાયર વિભાગે અચાનક ફાયર સેફ્ટી NOC માટેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આણંદ ફાયર વિભાગમાં ચીફ ફાયર ઓફિસર ધર્મેશ ગોર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આણંદ શહેરની મોટા ભાગની હોસ્પિટલ દ્વારા ફાયર સેફ્ટીની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. વર્તમાન કોરોના મહામારી વચ્ચે જ્યારે કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના બન્યા બાદ તકેદારીના ભાગ રૂપે આણંદ ફાયર વિભાગ દ્વારા કોરોનાની સારવાર આપતી હોસ્પિટલમાં ફાયર સિસ્ટમ અને ફાયર NOC માટેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ ચેકિંગ દરમિયાન આણંદ શહેરમાં આવેલી ૪ ખાનગી હોસ્પિટલમાં ફાયર NOC ન હોવાની જાણકારી સામે આવી છે, જ્યારે અન્ય હોસ્પિટલમાં સબસલામત હોવાનો દાવો આણંદ ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર દ્વારા કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, જ્યારે કોઈ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવાર માટે પરવાનગી તંત્ર દ્વારા આપવામાં આવે છે, ત્યારે તંત્ર દ્વારા ફાયર ર્દ્ગંઝ્રની માંગણી કરવામાં આવે છે કેમ? તે પણ એક સવાલ છે.

Related posts

સ્વામિનારાયણ સંપ્રદાયના પાયામાં સાચા સંતોનું યોગદાન છે, સંતો મોક્ષદ્વાર છે : પૂ. જ્ઞાનજીવન સ્વામી

Charotar Sandesh

આણંદ શહેર સહિત જિલ્લામાં આજે રવિવારે વધુ ૭ કેસો : કુલ આંકડો ૩૭૪ એ પહોંચ્યો…

Charotar Sandesh

પેટલાદમાં ૬ વર્ષના બાળકનું અપહરણ કરનાર શખ્સ કપડવંજથી ઝડપાયો…

Charotar Sandesh