Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકામાં ફાયરિંગ : છઠ્ઠામાં ભણતી સ્કૂલની છોકરીએ ગોળીઓ ચલાવી, ૩ ઘાયલ…

ઇડાહો : અમેરિકાના ઈડાહોમાં આવેલી એક સ્કૂલમાં ગુરુવારે એક બાળકીએ ફાયરિંગ શરૂ કર્યું હતું. ઘટનામાં ૨ બાળકો સહિત ૩ લોકો ઘાયલ થયા હતા. ત્યારપછી ટીચરે તેની પાસેથી બંદૂક છીનવી લીધી હતી. ઘાયલ વિદ્યાર્થીઓને હાથ અને પગમાં ગોળી વાગી હતી. જોકે કોઈની સ્થિતિ ગંભીર નથી.
અમેરિકન પોલીસના જણાવ્યા પ્રમાણે, આ બાળકીએ ગુરુવારે સવારે અંદાજે સવા નવ વાગે તેની સ્કૂલ બેગમાંથી ગન કાઢી અને પછી ઘણાં રાઉન્ડ ફાયરિંગના કરી દીધા. જે ટીચરે આ બાળકીના હાથમાંથી ગન છીનવી તેણે જ પોલીસ આવી ત્યાં સુધી બાળકીને કાબુમાં રાખી. આ બાળકી ઈડાહો ફાલ્સ સિટીમાં રહે છે.
ઈડાહોની સ્કૂલમાં અંદાજે ૧૫૦૦ બાળકો અભ્યાસ કરે છે અને તે પ્રખ્યાક યલોસ્ટોન નેશનલ પાર્કથી અંદાજે દોઢ સો કિલોમીટર દૂર આવેલી છે. ફાયરિંગની ઘટના થયા પછી વિદ્યાર્થીઓને એક નજીકની સ્કૂલમાં લઈ જવામાં આવ્યા હતા. સ્કૂલના વિદ્યાર્થી યેંડલ રોડ્રિગુએજ જેની ઉંમર ૧૨ વર્ષની છે તેણે જણાવ્યું કે, બધા અભ્યાસ કરતાં હતા. ત્યારે એક અવાજ આવ્યો અને ત્યારપછી ઘણો હોબાળો થઈ ગયો. ત્યાર પછી બધા ચીસા-ચીસ કરવા લાગ્યા. જ્યારે અમારા ટીચર ત્યાં જોવા લગ્યા તો ત્યાં લોહી જ લોહી હતું.
પોલીસ તપાસ કરી રહી છે કે, આ બાળકી પાસે ગન ક્યાંથી આવી. પોતાના જ ક્લાસમેટ પર ગોળી ચલાવવાનો ઉદ્દેશ શું હતો. સ્કૂલ પ્રશાસને જણાવ્યું કે, આ અમારા માટે ખૂબ ખરાબ દિવસ છે. રિગ્બી હાઈસ્કૂલના ઈતિહાસમાં આ બીજી વખત ફાયરિંગની ઘટના બની છે. આ પહેલાં ૧૯૮૯માં પણ એક સ્કૂલના વિદ્યાર્થીએ એક છોકરીને ગન પોઈન્ટ પર બંધક બનાવી હતી. પરંતુ તે કોઈને નુકસાન પહોંચાડે તે પહેલાં જ પોલીસે ત્યાં આવીને સ્થિતિ સંભાળી લીધી હતી.

Related posts

‘સ્ટાર વાર્સ’ની નવી ફિલ્મ ૨૦૨૨માં રજૂ કરવાની ડિઝનીની યોજના

Charotar Sandesh

ચીને સ્પેસક્રાફ્ટને સ્પેસમાં મોકલી પાછુ જમીન પર લેન્ડ કરાવી ઇતિહાસ રચ્યો…

Charotar Sandesh

ટ્રમ્પે ચીનની ૫૯ વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક ઉત્પાદન કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો…

Charotar Sandesh