મુંબઈ : અમિતાભ બચ્ચને હાલમાં જ કોવિડ ૧૯ની વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો. બિગ બીએ સો.મીડિયામાં આ અંગેની પોસ્ટ શૅર કરી હતી. તસવીરમાં અમિતાભ બચ્ચન માસ્ક સાથે જોવા મળ્યા હતા. પોસ્ટ સાથે અમિતાભે ક્રિકેટ અંગેની મજાક પણ કરી હતી.
અમિતાભે વેક્સિન મૂકાવતા હોય તેવી તસવીર શૅર કરીને કહ્યું, દૂસરા ભી હો ગયા. કોવિડ વાલા, ક્રિકેટવાલા નહીં. સોરી સોરી. આ બહુ જ ખરાબ હતું.
આ પહેલાં ૭૮ વર્ષીય અમિતાભે ગુરુવાર, ૧ એપ્રિલની મોડી રાત્રે સો.મીડિયામાં વેક્સિનના ફર્સ્ટ ડોઝ અંગેની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું, ’થઈ ગયું. મારું કોવિડ વેક્સિનેશન, આજે બપોરે. બધું જ સારું છે.’
તે સમયે બિગ બીએ બ્લોગમાં પણ આ અંગેની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે અભિષેક સિવાય તમામ ફેમિલી મેમ્બર્સે કોરોનાની વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે. અમિતાભના મતે, ’વેક્સિનેશન થઈ ગયું. બધું જ ઠીક છે. કાલે ફેમિલી મેમ્બર્સ તથા સ્ટાફનો કોવિડનો ટેસ્ટ કરાવ્યો હતો. પરિણામ આજે આવી ગયું અને બધું સારું છે. તમામનો રિપોર્ટ નેગેટિવ છે. આથી વેક્સિનેશન કરાવી લીધું. તમામ ફેમિલી મેમ્બર્સનું થઈ ગયું. અભિષેકને છોડીને. તે થોડાં દિવસ બાદ પરત આવશે અને વેક્સિનેશન કરાવશે.’ ઉલ્લેખનીય છે કે તે સમયે અભિષેક બચ્ચન આગ્રામાં ફિલ્મ ’દસવી’ના શૂટિંગમાં વ્યસ્ત હતો.