Charotar Sandesh
ગુજરાત

સુરતમાં લાગ્યા પોસ્ટર : ‘વેપારી ચોર નથી સાહેબ, જે પોતાની દુકાનમાંથી ચોરોની જેમ માલ કાઢીને વેચે છે…

સુરત : કોરોના વાયરસ ફેલાતો અટકે તે માટે હાલ રાજ્યના ૩૬ શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ સહિતના કડક નિયંત્રણો અમલી છે. જેને લઈ અનેક લોકોના ધંધા રોજગાર બંધ થઈ ગયા છે. આ દરમિયાન સુરતમાં વેપારીઓ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે.
સુરતમાં અલગ-અલગ બેનરો રાખીને દુકાનદારોએ વિરોધ કર્યો છે. જેમાં લખવામાં આવ્યું છે વેપારી ચોર નથી સાહેબ, જે પોતાની દુકાનમાંથી ચોરોની જેમ માલ કાઢીને વેચે છે. ભૂખ, દેવુ, હપ્તા, જવાબદારી, વ્યાજ, બિલ, ટેક્સ, પગાર, બિમારીની બીક, ઘર ખર્ચ એમને એમ કરવા માટે મજબૂર કરે છે. સરકાર એકવાર એક મહિના માટે પગાર, ભથ્થા, પેન્શન રોકીને જુએ. આખા દેશને ખબર પડી જશે કે બેરોજગારી શું છે.
આ ઉપરાંત બેનરમાં અમને અમારી હાલત પર છોડી દો, અમારે આત્મ નિર્ભર બનવું છે તેમ પણ લખ્યું હતું. મીની લોકડાઉનના કારણે એક મહિના જેટલા સમયથી દુકાનો બંધ છે ત્યારે વેપારીઓની હાલત કફોડી બનતાં તેમણે બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરીને સરકારી દુકાન ખોલવા માટે પરમીશન આપે તેવી માંગ કરી હતી.

Related posts

ભાજપની પ્રચંડ જીતની તારક મહેતા ફેમ એ રાખી હતી માનતા, ૭૫ કિ.મી પગપાળા ચાલતા નીકળ્યા, જુઓ વિગત

Charotar Sandesh

દ્વારકામાં ગાજવીજ સાથે વરસાદ : જગતમંદિરની ધ્વજા પર વિજળી પડી

Charotar Sandesh

રાજ્યમાં ભારે વરસાદને પગલે અનેક જળાશયો થયા ઓવરફ્લો…

Charotar Sandesh