Charotar Sandesh
ગુજરાત

રાજનીતિ : દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં ઘરવાપસી મુદ્દે અટકળોએ જોર પકડ્યું…

ગાંધીનગર : શંકરસિંહ વાઘેલા એટલે કે રાજનીતિના બાપુ ફરી એકવાર કૉંગ્રેસમાં જોડાય તેવા સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો બુધવારે શંકરસિંહ વાઘેલા સાથે ગુજરાત કૉંગ્રેસના દિગ્ગજ એવા ભરતસિંહ સોલંકીની મુલાકાત પણ થઈ ચુકી છે. માધવસિંહભાઈને શ્રદ્ધાંજલિ આપવા શંકરસિંહ અગાઉ ભરતસિંહને મળ્યા હતા. જો કે ત્યાર બાદ ત્રણવાર બાપુની ભરતસિંહ સાથે મુલાકાત થઈ ચુકી છે. કેમ કે રાજીવ સાતવના નિધન બાદ ગુજરાત કૉંગ્રેસના પ્રભારીની નિયુક્તિ બાકી છે ત્યારે એકવાર પ્રભારીની નિયુક્તિ થઈ જાય ત્યાર બાદ બાપુની કૉંગ્રેસ વાપસી અંગે નિર્ણય લેવાશે. બાપુને કૉંગ્રેસમાં લાવવા અંગે પ્રદેશ કૉંગ્રેસનું એક મોટુ જુથ સક્રિય છે. કેમ કે હાલ પ્રિયંકા ગાંધી દિલ્હીમાં નથી ત્યારે તેમના પરત આવ્યા બાદ કૉંગ્રેસ હાઈકમાંડ આ મુદ્દે નિર્ણય લેશે.

મુળતઃ આરએસએસ અને ભાજપ ગોત્રના શંકરસિંહ વાઘેલાએ અગાઉ બળવો કરીને ભાજપ છોડ્યુ હતુ. બાપુએ ત્યારબાદ રાજપા બનાવી હતી. જો કે રાજ્ય વિધાનસભાની રાજપાની માત્ર ચાર બેઠક આવતા બાપુ ત્યારબાદ ૧૯૯૯માં કૉંગ્રેસમાં જોડાયા હતા. બાપુએ શક્તિદળ બનાવ્યુ હતુ. જે વિવાદનું કારણ બનતા તેનું વિસર્જન કર્યુ હતુ. બાપુ કૉંગ્રેસની ટિકિટ પર લોકસભાબેઠક પર ચૂંટણી જીત્યા હતા. અને કેંદ્રમાં યુપીએ વનની સરકારમાં કપડા મંત્રી રહ્યા હતા.

શંકરસિંહ વાઘેલા ગુજરાત વિધાનસભામાં ૨૦૧૨થી ૨૦૧૭ સુધી નેતા વિપક્ષ પણ રહી ચૂક્યા છે. જો કે રાજ્ય સભાની ચૂંટણી સમયે ભાજપે ઉતારેલા બળવંતસિંહનું સમર્થન આપીને બાપુએ કૉંગ્રેસને ટાટા બાય બાય કર્યુ હતુ. કેમ કે ૨૦૨૨ની ચૂંટણી પહેલા ગુજરાત પ્રદેશ કૉંગ્રેસને એક વડિલની જરૂર છે ત્યારે ફરી એકવાર બાપુ કૉંગ્રેસમાં જોડાય તેવા સંજોગો બન્યા છે.

Related posts

રાજ્યમાં નકસલી પ્રવૃત્તિઓને લઈ તપાસનો ધમધમાટ શરૂ…

Charotar Sandesh

વડોદરામાં ધોરણ-૧૧ની વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ, વાલીઓમાં ફફડાટ…

Charotar Sandesh

એસટી બસના ડ્રાઇવરે રસ્તામાં બસ થોભી નર્મદા નદીમાં છલાંગ લગાવતા અનેક તર્ક-વિતર્ક…

Charotar Sandesh