Charotar Sandesh
ગુજરાત

રાહુલ ગાંધી ગુરૂવારે બદનક્ષી કેસમાં હાજરી આપવા સુરત આવશે…

સુરત : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુરૂવારે સુરતમાં કોર્ટ કેસમાં જુબાની આપવા માટે આવી શકે છે. ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે કેસ કર્યો હતો. બધા મોદી ચોર હોવાના નિવેદન અંગે ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદ પક્ષની જુબાની પૂર્ણ થઇ ચુકી છે. હવે આરોપી પક્ષે રાહુલ ગાંધીની જુબાની લેવાશે.
ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા કરવામાં આવેલી ફરિયાદને સ્વીકારતા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી.એચ.કાપડિયાએ રાહુલ ગાંધીને સમન્સ જાહેર કર્યુ હતું. સુરત પશ્ચિમના ધારાસભ્યએ કરેલી ફરિયાદમાં તેમણે રાહુલ ગાંધી પર આરોપ મુકતા કહ્યુ હતું કે બધા ચોરની અટક મોદી કેમ હોય છે. આવુ નિવેદન આપીને તેમણે સમગ્ર મોદી જ્ઞાતિનું અપમાન કર્યું છે.
૨૦૧૯ની લોકસભા ચૂંટણીના પ્રચાર માટે કર્ણાટકના કોલારમાં રાહુલ ગાંધીની એક રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યુ હતું, નિરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદી દરેકને મોદી અટક કેમ છે, દરેક ચોરની મોદી અટક કેમ હોય છે. આ નિવેદન બાદ ભાજપના ધારાસભ્યએ રાહુલ ગાંધી સામે ફરિયાદ નોંધાવી હતી અને કહ્યુ હતું કે રાહુલ ગાંધીએ મોદી જ્ઞાતિનું અપમાન કર્યુ છે. રાહુલ ગાંધીના આ નિવેદન પર વિવાદ થયો હતો.

Related posts

આઠ પેટાચૂંટણીઓને રોકવા હાઇકોર્ટમાં અરજી, ચૂંટણીપંચ,મુખ્યચૂંટણી અધિકારીને નોટિસ…

Charotar Sandesh

ઉમરેઠ મામલતદાર દવેનું બી.કે.યુ.દ્વારા સન્માન કરવામાં આવ્યું

Charotar Sandesh

કેન્દ્ર સરકારે નિઝામુદ્દીન મરકજથી ગુજરાતમાં ૧૫૦૦ લોકો પ્રવેશ્યા હોવાની યાદી મોકલી…

Charotar Sandesh