Charotar Sandesh
બોલિવૂડ

મને નાગિન શો ઓફર થશે તો હું આંખ બંધ કરીને હા કહી દઇશ : નિક્કી તંબોલી

મુંબઈ : એકતા કપૂરનો ટીવી શો નાગિન એટલો હિટ નિવડ્યો છે કે ચાહકો સતત આ શોની એક સિઝન પુરી થાય પછી બીજી સિઝનની રાહ જોતાં રહે છે. ટીવી પરદાની અનેક સુંદરીઓને એકતાએ આ શોમાં નાગિન બનવાની તક આપી છે અને આ અભિનેત્રોને આ રોલ ખુબ ફળ્યા પણ છે. હવે ’નાગિન-૬’ માટે કલાકારોની પસંદગી થઇ રહી છે ત્યારે બિગ બોસ ફેઇમ નિક્કી તંબોલી પણ નાગિન બનવા ઇચ્છા રાખી રહી છે. હાલમાં નિક્કી ’ખતરો કે ખિલાડી-૧૧’માં ભાગ લઇ રહી છે.
તેને સુપર નેચરલ શો વિશે પુછવામાં આવતાં કહ્યું, આ જોનરમાં હું ચોક્કસપણે કામ કરવા ઇચ્છુ છું. નિક્કીએ કહ્યું હતું કે જો મને નાગિન શો ઓફર થશે તો હું આંખ બંધ કરીને હા કહી દઇશ. મારામાં એકસપ્રેશન્સની ભરમાર છે અને ડ્રામા કરવાનું મને ખુબ ગમે છે. મને લાગે છે કે નાગિન માટે મારી પસંદગી પરફેકટ હશે. નિક્કીએ કહ્યું, નાગિન એક જાણીતી ફ્રેન્ચાઇઝી છે, જો આ રોલ ઓફર થાય તો કોણ કામ કરવાની ના કહી શકે.

Related posts

આલિયા ભટ્ટે સડક ૨ ફિલ્મનું તેનું તુમ સે હી સોન્ગનું વર્ઝન રિલીઝ કર્યું…

Charotar Sandesh

ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડીમાં રણબીર કપૂર ચમકે તેવી શક્યતા…

Charotar Sandesh

કરણ જોહર સહિત ૭ ડિરેક્ટર્સને મુઝફ્ફરપુર સેશન્સ કોર્ટની હાજર થવા નોટિસ…

Charotar Sandesh